પ્રેમમાં વ્યક્તિ પોતાના પાર્ટનર માટે કંઈ પણ કરી શકે છે, ગમે તે હદે જઈ શકે છે, પરંતુ જરુરી નથી કે રિલેશનશિપમાં રહેલી બીજી વ્યક્તિ પણ એટલો જ પ્રેમ કરતું હોય. જેટલુ પહેલો વ્યક્તિ કરતો હોય. તાજેતરમાં જ એક મહિલાએ આ વાતનો પુરાવો આપ્યો હતો, જેણે તેના પાર્ટનર સાથે સંકળાયેલી એક ચોંકાવનારી ઘટના વર્ણવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેણે પોતાનો જીવ બચાવવા માટે તેના બોયફ્રેન્ડને કિડની આપી હતી પરંતુ તે વ્યક્તિએ તેની સાથે છેતરપિંડી કરી હતી. રિપોર્ટ અનુસાર, ટિકટોકર કોલિનએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે આ ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
કોલિને કહ્યું કે તે ૬ વર્ષ પહેલા એક છોકરા સાથે સંબંધમાં હતી. તેણીને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ તે ૧૭ વર્ષનો હતો ત્યારથી તે વ્યક્તિને કિડનીની ગંભીર સમસ્યા હતી. આ કારણે તેને ડાયાલિસિસ કરાવવું પડ્યું. તેની કિડની માત્ર ૫ ટકા સુધી કામ કરતી હતી. તેના બોયફ્રેન્ડને તેની આંખો સામે મરતા જાેઈ શકતી ન હતી, તેથી તેણે વિચાર્યા વિના તેના બોયફ્રેન્ડને બીજી કિડની આપવાનું નક્કી કર્યું. તેણે પોતાનું પરીક્ષણ કરાવ્યું અને બંનેના લોહી સાથે મેળ ખાતો હતો અને કિડની ઓપરેશન પણ સફળ રહ્યું હતું. આટલી મોટી મદદ પછી, વ્યક્તિ સામાન્ય રીતે જીવનભર મદદગારનો આભારી હોય છે, પરંતુ તે વ્યક્તિએ તેનાથી વિપરીત કર્યું. તેણે થોડા મહિના પછી કોલિનને દગો આપ્યો.
તેને યુવતીને કહ્યું કે તે મિત્રો સાથે પાર્ટી કરવા માટે અમેરિકાના લાસ વેગાસ જઈ રહ્યો છે, પરંતુ પાછા ફર્યા બાદ તેણે કબૂલાત કરી હતી કે તેણે કોલિન સાથે છેતરપિંડી કરી હતી અને અન્ય મહિલા સાથે તેનું અફેર હતું. આ ઘટના બાદ પણ કોલિને તેના બોયફ્રેન્ડને બીજી તક આપી હતી, પરંતુ ૩ મહિનાની અંદર જ આ વ્યક્તિએ ફોન કરીને કોલિન સાથે બ્રેકઅપ કરી દીધું હતું. વધુમાં તેણે કોલિનને કહ્યું કે તેણે કિડની ફક્ત એટલા માટે આપી હતી કે જેથી તે બીજાની નજરમાં સારો થઈ શકે. કોલિન હવે આગળ વધી ગઈ છે, પરંતુ આવા સંબંધમાં ફસાઈ જવાથી તે દુઃખી છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી અને શખ્સની ટીકા કરી હતી.