World News: યુક્રેનના એક ગ્રામ્ય પંચાયતમાં થયેલા ગ્રેનેડ હુમલાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. યુક્રેનના એક ગ્રામ્ય કાઉન્સિલરે એક મીટિંગમાં સાથીદારો પર ગ્રેનેડ ફેંક્યો. આ ઘટનામાં 26 લોકો ઘાયલ થયા છે અને 1નું મોત થયું છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ હુમલાની માહિતી આપતાં યુક્રેનની પોલીસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સવારે પશ્ચિમ યુક્રેનમાં કેરેત્સ્કી ગામ પરિષદના મુખ્યાલયમાં બની હતી. પોલીસે આ હુમલાનો વીડિયો ટેલિગ્રામ પર પણ પોસ્ટ કર્યો છે. રિપોર્ટ અનુસાર શુક્રવારે યુક્રેનના ઝાકરપટ્ટિયા વિસ્તારમાં કેરેત્સ્કી ગ્રામ્ય પરિષદની બેઠકમાં એક ગ્રામ્ય કાઉન્સિલરે અચાનક ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
🚨#BREAKING: #UKRAINE DEPUTY DETONATES GRENADE IN COUNCIL MEETING | 1 DEAD, 26 injured#Russia#RussiaIsCollapsing #RussiaUkraineWar#ATTACK #Ukraine pic.twitter.com/9KktaaMCxd
— Feroze saifi (@31khan_honey) December 15, 2023
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલા દરમિયાન ગામના કાઉન્સિલર લોકોની વચ્ચે ઉભા છે. પછી તેણે અચાનક પોતાના ખિસ્સામાંથી ગ્રેનેડ કાઢ્યા અને બંને બાજુની બેન્ચ પર બેઠેલા લોકો વચ્ચે ફેંકવા લાગ્યા. આ હુમલો એટલો ઝડપથી કરવામાં આવ્યો કે સભામાં બેઠેલા લોકોને બચવાની તક પણ ન મળી.
યુક્રેનની રાષ્ટ્રીય પોલીસે ફેસબુક પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ‘આજે 11.37 વાગે લાઇન 102 પર એક સંદેશ મળ્યો હતો કે એક ડેપ્યુટીએ મુકાચીવ જિલ્લામાં કેરેત્સ્કી ગ્રામ્ય પરિષદની ઇમારતમાં એક મીટિંગ દરમિયાન ગ્રેનેડ ફેંક્યો હતો. ઘટનાના પરિણામે 26 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 6ની હાલત ગંભીર છે. ગ્રેનેડ વિસ્ફોટ કરનાર વ્યક્તિને ડોક્ટરોએ બચાવી લીધો છે.
શિક્ષક બનવા માટે UGCએ જાહેર કરી ગાઈડલાઈન, શિક્ષકોએ બે મહત્વની પરીક્ષા કરવી પડશે પાસ, જાણો સમગ્ર વાત
યુક્રેનિયન નેશનલ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. આ પહેલા યુક્રેનની પોલીસે દાવો કર્યો હતો કે આ ઘટનામાં હુમલાખોર માર્યો ગયો હતો અને 11 અન્ય ઘાયલ થયા હતા. પરંતુ થોડા સમય પછી પોલીસે પોતાની ભૂલ સુધારી અને ફરીથી એક નિવેદન જારી કરીને માહિતી શેર કરી કે હુમલાખોર જીવિત છે અને ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે.