Hunza Community: વર્તમાન સમયમાં વ્યક્તિનું જીવન સરેરાશ ૭૦ વર્ષનું હોય છે પરંતુ શું તમને ખ્યાલ છે કે પાકિસ્તાનમાં એક સમુદાય એવો પણ છે, જેમના લોકો ૧૨૦થી ૧૫૦ વર્ષ સુધી જીવીત રહે છે? તેમને હુંઝા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે, જે ૭૦ વર્ષ સુધી યુવાન દેખાય છે. હુંઝધા સમુદાયની મહિલાઓ ૬૫ વર્ષની વયે પણ બાળકોને જન્મ આપી શકે છે. તેવામાં કોઈને પણ એ પ્રશ્ન થાય કે, તેની પાછળનું કારણ શું છે.
શું છે પાકિસ્તાનનો હુંઝા સમુદાય
૧૫૦ વર્ષ સુધી જીવીત રહેનારા લોકોમાં સૌથી મોટી વાત એ છે કે તેઓ કોઈ ગંભીર બીમારીના શિકાર નથી થતા અને તેઓને ઘડપણ પણ ચિંતામાં નખાતું નથી. તે સિવાય આ સમુદાયની મહિલાઓ ઘણી સુંદર હોય છે, જે સામાન્ય માનવીની સરખામણીએ ઘણા લાંબા સમય સુધી જવાન રહે છે. આવો જાણિયે પાકિસ્તાનના હુંઝા સમુદાય અંગે.
એ વાત પર ભરોંસો કરવો મુશ્કેલ હોત જો તેમને લઈ ઘણી વાર્તાઓ ચર્ચીત ન બન્યા હોત. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ ૧૯૮૪ની એક ઘટના પછી તમામ લોકો તેમના વિશે જાણીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ખરેખર લંડનના હિથ્રો એરપોર્ટમાં અબ્દુલ મોબટ નામના એક યાત્રીની સુરક્ષા તપાસ વખતે અધિકારીઓએ જાણ્યું કે તેમનો જન્મ વર્ષ ૧૮૩૨માં થયો હતો. પહેલાં લાગ્યું કે, આ કોઈ ખામી છે, પરંતુ સારી રીતે તપાસ કર્યા બાદ જાણવા મલ્યું કે, અબ્દુલની ઉંમર ખરેખર ૧૫૨ વર્ષ છે. આ ઘટનાથી આ ઘટનાએ તમામને આશ્ચર્યમાં મુકી દીધા હતા. અબ્દુલ પાકિસ્તાનના હુંઝા સમુદાયના જ હતા.
સૌથી સ્વસ્થ અને સુખી સમુદાય
આ સમુદાય પાકિસ્તાનના કારાકોરમ પહાડી વિસ્તારની હુંઝા ઘાટીમાં રહે છે, જેમને હુન્ઝકુટ્સ અથવા હુંઝા ના નામથી ઓળખવામાં આવે છે. તેમની વસતી ઘણી ઓછી છે, પરંતુ તેમને વિશ્વના સૌથી લાંબી વયના વ્યક્તિઓની સાથે સાથે સૌથી સ્વસ્થ અને સુખી સમુદાયના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એવો દાવો છે કે, આ સમુદાયના કોઈ પણ વ્યક્તિને આજ સુધી કેન્સર થયું નથી.
લાંબી ઉંમર પાછળનું આ છે કારણ
જો તમે વિચારી રહ્યા છો કે, હુંઝા સમુદાયની લાંબી વયની પાછળ કોઈ વરદાન કે ચમત્કાર છે, તો તમે ખોટા છો. ખરેખર આ લોકો પોતાની ખાણી-પીણી અને રહેણી-કરણીના કારણે સ્વસ્થ રહે છે. આ કારણ છે કે તેમનું જીવન પણ લાંબુ હોય છે. વધુ પડતા અખરોટ અને જરદાળુનું સેવન તેમને કેન્સરના ખતરાથી બચાવે છે.
એવું કહેવાય છે કે, હુંઝા સમુદાયના લોકો વર્ષમાં ૨થી ૩ મહિના સુધી ભોજન લેતા નથી. આ દરમિયાન તેઓ માત્ર જ્યૂસ પવે છે. તેમની જીવનશૈલીમાં દૂર સુધી ચાલવું અને ફળ, કાચાં શાકભાજી, માવા, દૂધ અને ઇંડા સામેલ છે. આ કારણ છે કે, તેઓ ૭૦ વર્ષની વયે પણ યુવાન દેખાય છે અને ૧૫૦ વર્ષ સુધી જીવે છે.