વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક અને વિવાદો લગભગ સમાનાર્થી છે. એમને વિવાદી નિવેદન કરવાનું, જે ચીજમાં કોઈ લેવાદેવા હોય નહિ એમાં ચંચુપાત કરવાની આદત છે. પત્ની કે ગર્લફ્રેન્ડથી અલગ થઈ ગયેલા મસ્કનો એક ચોંકાવનારો કેસ આજે અમેરિકન અખબારમાં ચર્ચિત છે. એવો અહેવાલ છે કે, વર્ષ ૨૦૧૬માં પોતાના ખાનગી પ્લેનમાં મસ્ક દ્વારા એક મહિલાની જાતીય સતામણી થઈ હતી.
ઈલોને પોતાની જ કંપની સ્પેસએક્સની એક ફલાઈટ એટેંડન્ટને પોતાના ખાનગી પ્લેનમાં એક અલગ રૂમમાં નગ્ન થઈ પરેશાન કરી હતી. આટલું જ નહિ બીભત્સ મેસેજ મોકલવા અને વાંચવા સામે ઘોડો ખરીદી આપવાની ઓફર કરી હતી. મહિલાએ ઈનકાર કરી મસ્ક સામે કાર્યવાહી કરવાનો ર્નિણય લેતા સ્પેસએક્સ કંપનીએ માલિક વતી વર્ષ ૨૦૧૮માં તેને અઢી લાખ અમેરિકન ડોલર ચૂકવી સમાધાન કર્યું હતું એવું આ અખબારનું કહેવું છે. આ અંગે સત્તાવાર રીતે સ્પેસએક્સ, મસ્ક કે અન્ય કોઈએ અખબારને કોઈ પ્રતિભાવ આપ્યો નથી.