યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં યુક્રેનના માનવાધિકાર કમિશનરે દાવો કર્યો છે કે, બુચામાં રશિયન સૈનિકોએ મહિલાઓ અને યુવતીઓ પર સામૂહિક રેપ કર્યા છે. તેમણે કહ્યુ હતુ કે, ૨૫ યુવતીઓને બેઝમેન્ટમાં કેદ કરવામાં આવી હતી અને તેમાંથી ઘણી યુવતીઓની વય ૧૪ થી ૨૪ વર્ષની છે. તેમની સાથે રોજ રશિયન સૈનિકો રેપ કરતા હતા, તેમના પર માનસિક અત્યાચાર પણ કરાયો હતો. આ પૈકીની મોટાભાગની યુવતીઓ હવે ગર્ભવતી છે.
દરમિયાન યુક્રેનના નાયબ વડાપ્રધાને દાવો કર્યો છે કે, ૫૦૦ જેટલી મહિલાઓને પણ રશિયન સેનાએ કેદમાં રાખી છે. તેમની સાથે ખરાબ વહેવાર થઈ રહ્યો છે.તેમને બેસવા માટે પણ મંજૂરી નથી.તેમના વાળ પણ કાપી નાંખવામાં આવ્યા છે. આ સિવાય રશિયાએ યુક્રેનના ૭૦૦ સૈનિકોને કેદી બનાવીને જેલમાં રાખ્યા છે અને બીજા ૧૦૦૦ નાગરિકોને પણ રશિયાએ જેલમાં પૂર્યા છે.