રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેનનના એક ભૂતની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે.
આ ભૂત બીજુ કોઈ નહીં પણ યુક્રેનની એરફોર્સનો જાંબાઝ ફાઈટર પાયલોટ છે. જે મિગ-૨૯ ફાલ્ક્રમ ફાઈટર જેટ ઉડાવે છે.જેને યુક્રેનના લોકો હીરો માની રહ્યા છે. રશિયન એરફોર્સમાં આ ફાઈટર પાયલોટે ભારે ખાના ખરાબી સર્જીને ૬ રશિયન ફાઈટર જેટ્સ તોડી પાડ્યા છે.
યુધ્ધના માહોલમાં આ પ્રકારની વાત કાલ્પનિક લાગે પણ ઘણા મીડિયા રિપોર્ટસ અને સોશિયલ મીડિયા પર આ પાયલોટને લઈને દાવો થઈ રહ્યો છે.યુક્રેનના પત્રકાર ક્રિસ્ટોફર મિલર એક વિડિયો પોસ્ટ કરીને પૂછ્યુ છે કે, મેં બે યુક્રેનના વિમાનોને કીવના આકાશમાં જાેયા છે અને આમાંથી કોઈ ભૂત હોઈ શકે છે. એક ટિ્વટમાં કહેવામાં આવ્યુ છે કે, યુક્રેની પાયલોટે ૬ રશિયન એરક્રાફ્ટ તોડી પાડ્યા છે.આ પાયલોટ કીવના ભૂતના નામથી ઓળખાઈ રહ્યો છે.તેનુ મિગ વિમાન ઘણા વિડિયોમાં દેખાઈ રહ્યુ છે.