અમારા 200 લોકો…. દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસે બંધકોના પોસ્ટર જાહેર કર્યા, કહ્યું- અમે ખૂબ ચિંતામા છીએ…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Israel Hamas War : ઈઝરાયલ-હમાસ (Israel-Hamas) યુદ્ધ વચ્ચે દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસે પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી હતી, જેમાં તેમણે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના ઈઝરાયેલ પર આતંકી હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા લોકોના પોસ્ટર જાહેર કર્યા હતા. “7 ઓક્ટોબરના રોજ, 2,000 થી વધુ આતંકવાદીઓ ગાઝા પટ્ટીથી ઇઝરાઇલમાં સરહદ પાર કરીને આવ્યા હતા. તેઓએ અમારા ૨૦૦ થી વધુ નિર્દોષ નાગરિકોનું અપહરણ કર્યું હતું અને તે હજી પણ તેમના કબજામાં છે.

 

 

“હમાસે આતંકવાદી હુમલા દરમિયાન નવ મહિનાથી 80 વર્ષની વયના 3,000 થી વધુ નાગરિકોની હત્યા કરી હતી, મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો, પુરુષોને ગોળી મારી હતી, બાળકોને માર માર્યો હતો અને ત્યારબાદ તેમનું અપહરણ કર્યું હતું.

 

 

ઈઝરાયેલે આતંકીઓના વીડિયો જાહેર કર્યા

ઇઝરાયેલી દૂતાવાસે આતંકી હુમલા દરમિયાન હમાસના લડવૈયાઓના વીડિયો જાહેર કર્યા હતા, જેમાં તેઓ ગાઝામાં બેઠેલા તેમના પરિવારજનોને કહેતા જોવા મળે છે કે અમે ઘણા યહૂદીઓને મારી નાખ્યા છે. તેમાં એક લડવૈયા એવું કહેતા જોવા મળે છે કે, “મા, જુઓ, તમારા દીકરાએ વોટ્સઅપ પર કેટલા યહૂદીઓને મારી નાખ્યા છે.” તમને અમારા પર ગર્વ હોવો જોઈએ.

 

શનિ અને શુક્ર બનાવશે ખાસ યોગ, દિવાળી પહેલાં જ 6 રાશિના લોકો કરોડપતિ બની જશે! જ્યોતિષી પાસેથી જાણો બધું

રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!

દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા

 

કૂતરાને પણ ગોળી વાગી, એમ્બ્યુલન્સે ટાયરો પર કર્યું ફાયરિંગ

ઇઝરાઇલી દૂતાવાસે આતંકી હુમલા દરમિયાન હમાસના લડવૈયાઓના વીડિયો પણ જાહેર કર્યા હતા, જેમાં તેઓએ રસ્તા પર ચાલતા કૂતરાને ગોળી મારી દીધી હતી. એક જગ્યાએ તેમણે એમ્બ્યુલન્સના ટાયર પર ગોળી ચલાવી હતી. એક જગ્યાએ તેમણે કારની પાછળ છૂપાયેલા બે માતા-પુત્રીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. એક વીડિયોમાં હમાસના લડવૈયાઓ એક મૃત મહિલાના શરીર પર થૂંકતા અને તેના શરીરને ખંજવાળતા જોવા મળ્યા હતા.

 


Share this Article