World News : ગાઝા પર ચાલી રહેલા હવાઈ હુમલા વચ્ચે તેલ અવીવથી (Tel Aviv) એક દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં ઈઝરાયેલના ‘ગાઝા પ્લાન’નો (Gaza Plan) ખુલાસો થયો છે. ઇઝરાઇલના શાસક પક્ષના વરિષ્ઠ નેતા દ્વારા તૈયાર કરાયેલા એક દસ્તાવેજમાં ગાઝાથી ઇજિપ્તમાં લગભગ ૨.૩ મિલિયન લોકોને સ્થળાંતર કરવાની યોજના છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતા આમિર વીટમેને ( Amir Weitmann) આ સમગ્ર પ્લાનને સરકારની સામે રાખ્યો છે. આ દસ્તાવેજમાં ઇઝરાયેલ, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુરોપ અને ગાઝાના લાખો લોકોને ગાઝાથી ઇજિપ્તમાં સ્થળાંતર કરવાથી થતા અસંખ્ય ફાયદાઓની યાદી આપવામાં આવી છે.
ગાઝા યોજના હેઠળ ગાઝા પટ્ટીના લગભગ 23 લાખ લોકોને રફાહ ક્રોસિંગ પાર કરીને ઇજિપ્ત જવું પડશે. ઇઝરાયલની સરકાર તેના પશ્ચિમી સહયોગીઓ સાથે મળીને ગાઝાના તમામ લોકો માટે ઇજિપ્તના સિનાઇ રણમાં દસ આધુનિક ટેન્ટ સિટીનું નિર્માણ કરશે. જેમાં તમામ આધુનિક સુવિધાઓ હશે. ખાસ કરીને ગાઝાના લોકો માટે બનનારા 10 શહેરો માટે લગભગ પાંચથી આઠ અબજ ડોલરનો ખર્ચ થશે. દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આનાથી ગાઝાના લોકોને હાલના દયનીય જીવનથી મુક્તિ મળશે. તેઓ હમાસના જુલમમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં વધુ સારું જીવન જીવી શકશે.
ઇજિપ્ત અને સાઉદી અરેબિયાને પણ ફાયદો થશે
ગાઝા પ્લાનના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ગાઝા પટ્ટીના લોકોને તેના રણમાં સ્થાયી કરવાથી ઇજિપ્તને મોટો ફાયદો થશે. ઇજિપ્તમાં પહેલેથી જ નવ મિલિયનથી વધુ પેલેસ્ટાઇની શરણાર્થીઓ છે. જો ઈજિપ્ત લગભગ 23 લાખ લોકોને શરણ આપે છે તો તેના બદલામાં ઈજિપ્તની ભાંગી પડેલી અર્થવ્યવસ્થાને ઘણી મદદ કરવામાં આવશે. ઉજ્જડ જમીનના બદલામાં ઇજિપ્તને ઇઝરાયેલ અને પશ્ચિમી દેશોમાંથી ઘણું રોકાણ મળશે. સાઉદી અરબ માટે સૌથી મોટી રાહત એ હશે કે ઈરાન પોતાના ક્ષેત્રીય રાજકારણ માટે ગાઝા પટ્ટીના લોકોનો ઉપયોગ નહીં કરી શકે.
યુરોપ અને અમેરિકાની બલ્લે બલ્લે
સીરિયા અને યુક્રેનમાં કટોકટી પહેલા પણ યુરોપ શરણાર્થીઓથી ભરેલું છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ ચાલુ રહેવાથી મધ્ય પૂર્વમાં તણાવ વધશે અને તેની સીધી અસર યુરોપમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓના આગમનમાં જોવા મળશે. ગાઝા પ્લાન અનુસાર, ઇજિપ્તમાં ગાઝા પટ્ટીથી લોકોની વસાહત યુરોપને મોટા સ્થળાંતર સંકટથી બચાવશે.
શરણાર્થીઓને લઈને યુરોપિયન દેશો પર સંસાધનોના વધારાના બોજથી પણ મુક્તિ મળશે. ઈઝરાયેલના સૌથી મોટા સહયોગી દેશ અમેરિકા માટે આ એક નફાકારક સોદો હશે. મધ્ય પૂર્વમાં અમેરિકાની વિશ્વસનીયતા વધશે. આનાથી મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકા વિરુદ્ધ વધી રહેલી નફરતને ખતમ કરવામાં મદદ મળશે. આ આતંક સામે અમેરિકાનું યુદ્ધ જીતવા માટે કારગર સાબિત થશે.
‘ગાઝા યોજના’થી પૂર્ણ થશે ઈઝરાયલનું સપનું
7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલાએ ગાઝા પટ્ટીને લઈને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી તમામ સુરક્ષા વ્યવસ્થાનો પર્દાફાશ કરી દીધો છે. ઈઝરાયેલે ગાઝાના લોકોની રક્ષાના નામે અત્યાર સુધીમાં અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. ઇઝરાયલે ભવિષ્યમાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ અને તેની સુરક્ષા માટે પોતાની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ ખર્ચ કરવો પડશે. આગામી સમયમાં ગાઝા તરફથી કરવામાં આવેલા હુમલામાં ઇઝરાયલના વધુ લોકો માર્યા જાય તેવી શક્યતા છે.
હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા
આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!
આવી સ્થિતિમાં જો ઈઝરાયલનો ગાઝા પ્લાન સફળ રહેશે તો ગાઝા પટ્ટીના લોકો ઈઝરાયેલની સરહદથી દૂર જ રહેશે. ઇઝરાયલને ગાઝા પટ્ટીના રૂપમાં નવી જમીન મળશે. ઈઝરાયેલના લોકો ત્યાં સ્થાયી થઈ શકશે. ઈઝરાયેલની સુરક્ષા પણ મજબૂત થશે અને ઈઝરાયેલ-પેલેસ્ટીની સંઘર્ષ પણ ખતમ થઈ જશે. તેના બદલામાં ઈજિપ્તમાં ગાઝા પટ્ટીના લોકોને વસાવવા માટે ઈઝરાયેલે જે રકમ ખર્ચવી પડશે તે ઈઝરાયેલના જીડીપીના બે ટકા પણ નથી.