Israel-Palestine War : ઇઝરાયલ અને હમાસ (israel and hamas) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social media) પર ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગનો એક વીડિયો સતત વાયરલ થઇ રહ્યો છે, જેમાં હમાસના લડવૈયાઓએ પોતાના ઘરમાં ઇઝરાયેલી પરિવારને બંધક બનાવી લીધો છે. વીડિયોમાં, હમાસના આતંકવાદીઓને પરિવારને કહેતા સાંભળી શકાય છે કે “ઇઝરાઇલને કહો કે અમે અહીં છીએ”.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, હમાસના લડવૈયાઓએ એક વ્યક્તિના પગમાંથી લોહી નીકળતું હતું, પગમાં ગોળી મારી હતી. એ માણસની પત્ની એની બાજુમાં બેઠી છે, એના ખોળામાં એક નાનકડી છોકરી છે. દંપતીને વધુ બે બાળકો બેઠા છે. વીડિયોમાં એક રડતી બાળકી ચીસો ન પાડે તે માટે મોઢું પકડીને બેઠી છે. વીડિયોમાં એક આતંકી આ પરિવારને વાત કરવાનો આદેશ આપતો જોવા મળી રહ્યો છે. તે કહે છે કે તમારા દેશને કહો કે તમે હમાસના કબજામાં છો. તેમને કહો કે તમે હમાસના સભ્યો સાથે ગાઝા નજીક નાહલ ઓઝમાં કિબુત્ઝમાં છો.
હમાસે ઓછામાં ઓછા ૧૫૦ લોકોને નરસંહાર કરવા બદલ બંધક બનાવ્યા છે. કેટલાક બાળકો પણ આમાં સામેલ છે. હમાસે ઈઝરાયલને ચેતવણી આપી છે કે ગાઝા પટ્ટીમાં નાગરિકના ઘર પર બોમ્બ ફેંકશે તો તે બંધકોમાંથી કોઈ એકને ફાંસીએ લટકાવી દેશે. હમાસની ડરામણી ચેતવણી ત્યારે આવી છે જ્યારે ઇઝરાયેલે ગાઝા પટ્ટીને ઘેરવાનો આદેશ આપ્યો હતો, વીજળી અને પાણી કાપી નાખ્યા હતા અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ખોરાક અને ઇંધણનો પ્રવેશ અટકાવ્યો હતો. ગાઝા પટ્ટીમાં ૨૦ કરોડ લોકો વસે છે.
વારંવાર અટકી જાય છે તમારા કામ? નવરાત્રિ દરમિયાન આ 4 વસ્તુઓ ઘરે લાવો, આપમેળે જ રસ્તાઓ ખુલી જશે
દિવાળી પહેલા જ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અબજોપતિ બનાવશે, આ 3 રાશિઓના ઘરે પૈસા રાખવાની જગ્યા ઘટશે
ઇઝરાયેલી બંધકોની હત્યા છતાં પીએમ બેન્જામિન નેતન્યાહૂની સરકારે હમાસ સામે મોટા પાયે લશ્કરી આક્રમણ ઘટાડવાના કોઇ સંકેત દર્શાવ્યા નથી. નેતન્યાહૂએ હમાસની તુલના આઇએસઆઇએસ સાથે કરતા કહ્યું કે, “હમાસના આતંકીઓએ બાળકોને બાંધીને, સળગાવીને માર્યા છે. તેઓ જંગલી છે. આ ભીષણ યુદ્ધમાં ઓછામાં ઓછા 3000 લોકો માર્યા ગયા છે. શનિવારે આ યુદ્ધની શરૂઆત થઈ, જ્યારે હમાસ દ્વારા ઈઝરાયેલમાં 5000 રોકેટ છોડવામાં આવ્યા. આ હુમલા બાદ પીએમ બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે હવે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ યુદ્ધમાં ઈઝરાયેલ જીતશે.