રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેન માટે રેલવે લાઈફ લાઈન બની રહી છે.
રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બંકરમાં જવાનો ઈનકાર કરી દીધો છે અને એવુ જાણવા મળ્યુ છે કે, તે ટ્રેનમાં ફરતા-ફરતા ર્નિણયો લઈ રહ્યા છે. રશિયા તેમને ટાર્ગેટ ના બનાવી શકે તે માટે જેલેન્સકી ટ્રેનમાં યાત્રિકો વચ્ચે બેસીને મુસાફરી કરવાના બહાને ર્નિણયો લઈ રહ્યા છે.
દરમિયાન રેલવે નેટવર્ક યુક્રેનને મદદ કરી રહ્યુ છે.યુધ્ધ શરુ થયા બાદ રેલવે દ્વારા ૨૧ લાખ યાત્રીકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે.રેલવે દ્વારા જરુરી સામાનનો સપ્લાય થઈ રહ્યો છે. જાેકે રશિયાના હુમલામાં ઘણા રેલવે ટ્રેક અને પુલોને નુકસાન થયુ છે.યુધ્ધ વચ્ચે યુક્રેનના રેલવે કર્મચારીઓ તેનુ સમારકામ કરી રહ્યા છે.
જેમાં ૩૩ કર્મચારીઓના મોત થઈ ચુકયા છે.કેટલુક રેલવે નેટવર્ક હવે યુક્રેનના નિયંત્રણની બહાર છે.
યુક્રેનમાં રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓને પોતાની રીતે ર્નિણય લેવાની છુટ અપાઈ છે.જરુર પડે તો તેઓ ટ્રેનોનો રુટ બદલી પણ શકે છે.