World News : કહેવાય છે કે જીવન-મરણ બધું જ કુદરતી છે, એટલે કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ શું તમે જાણો છો કે આ પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે જે પ્રકૃતિના અનેક નિયમોને બદલી નાખે છે. આ એપિસોડમાં આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં આ વાતને સો વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ ત્યાં હજુ સુધી કોઈનું મોત નથી થયું, તમને આ વાત થોડી અજીબ લાગી શકે છે, પરંતુ આ વાત એકદમ સોળ વર્ષ સાચી છે.
અમે વાત કરી રહ્યા છીએ નોર્વેમાં સ્થિત લોંગ યરબાયનની ((longyearbyen), આ જગ્યા ઘણા કારણોસર અનોખી છે. અહીં મેથી જુલાઈ સુધી સૂર્ય ક્યારેય આથમતો નથી, જેના કારણે નોર્વેને મિડનાઇટ સન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આટલા દિવસો સુધી તે એટલી ઠંડી હોય છે કે કોઇનું પણ લોહી જામી જાય છે. આ જ કારણ છે કે સરકારે આ જગ્યા પર લોકોને મરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આનું કારણ જાણીને તમારા મનમાં સવાલ ઉઠશે કે આવું કેમ?
આવો કાયદો શા માટે?
વાસ્તવમાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા મોટાભાગના લોકો આ શહેરમાં રહે છે. જેના કારણે લોકો મોત બાદ દટાયા છે. પરંતુ અહીં એટલી ઠંડી પડે છે કે કોઈના શરીરનું વિઘટન થઈ શકતું નથી. આ જગ્યા વિશે કહેવાય છે કે વર્ષ 1917માં એક વ્યક્તિ ઇન્ફલ્યુએન્ઝાથી પીડિત હતો અને આ બીમારીના કારણે તેનું મોત થયું હતું, ત્યારબાદ તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો હતો, પરંતુ આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં તેના શરીરમાં ઇન્ફલ્યુએન્ઝા વાયરસ મોજૂદ છે.
હવે સરકાર ઓનલાઇન સસ્તી ડુંગળી વેચશે, ભાવ કાબૂમાં રહે એટલે તાત્કાલિક નિર્ણય કર્યો
શાકભાજી વેચતા અને બાંધકામ કરતા મજૂર બન્નેના ખાતામાં આવ્યા કરોડો, તપાસ કરી તો પોલીસની આંખો ફાટી ગઈ!
આ ઘટના બાદ અહીંના પ્રશાસને નિર્ણય કરીને અહીં કોઇનું પણ મોત અટકાવી દીધું હતું, જેથી આ શહેરને મહામારીથી બચાવી શકાય. 2000ની વસ્તીવાળા આ શહેરમાં જ્યારે કોઈ વ્યક્તિનો છેલ્લો સમય આવે છે ત્યારે તેને હેલિકોપ્ટર દ્વારા બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેથી શહેરને પીડિતાના રોગોથી બચાવી શકાય.