ભારતીય પાસપોર્ટ હવે વધુ મજબૂત બની રહ્યા છે. થાઈલેન્ડ તથા શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપવા જાહેરાત કરી છે. આ નવી વ્યવસ્થા તા.1 ડિસેમ્બરથી અમલી બની જશે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, મલેશિયામાં વધુમાં વધુ 30 દિવસ રહેવા માટે ભારત અને ચીનના નાગરિકોએ કોઈ એડવાન્સ વિસા લેવાની જરૂર પડશે નહી. આમ શ્રીલંકા બાદ હવે મલેશિયા માત્ર પાસપોર્ટના આધારે સરળતાથી ફરી શકાશે. આ પહેલા મલેશિયા માટે વિઝાની પ્રોસિજર કરવી પડતી હતી.
જો કે આ વિઝાની છૂટ કેટલો સમય માટે અપાઈ છે. તે જાહેરાત થઈ નથી પણ માનવામાં આવે છે કે તે કાયમ માટે હશે. અગાઉ થાઈલેન્ડ અને શ્રીલંકાએ પણ ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. હવે મલેશિયા આ પ્રકારની છૂટ આપનાર ત્રીજો એશિયાઈ દેશ બની ગયો છે. જેનાથી ભારતીયોને મલેશિયા સંબંધીત કોઈ પણ મુલાકાતમાં સીધો ફાયદો થઈ રહેશે. અગાઉ સાઉદી અરેબીયા- બહેરીન, યુએઈ, તુર્કી, જોર્ડન ઈરાને પણ આ પ્રકારની છૂટ આપી હતી.
ભારત અને ચીનની મોટી સંખ્યામાં સહેલાણીઓ મલેશિયા જાય છે અને આ વર્ષ જાન્યુઆરીથી જૂન વચ્ચે જ 2.83 લાખ ભારતીયોએ મલેશિયામાં ટુરીસ્ટ વિઝા મેળવ્યા હતા. એક અહેવાલ અનુસાર ભારતીય નાગરિકો ત્રીસ દિવસ સુધી મલેશિયામાં સરળતાથી રહી શકાશે. આ માટે કોઈ વિઝા પરમીશન લેવાની જરૂર નથી. મલેશિયાએ આર્થિક રીતે પગભર થવા માટે ટુરિઝમ ક્ષેત્રને પ્રાધાન્ય આપવાનું વિચાર્યું છે.
જેના માટે એક પ્રોજેક્ટ અંતર્ગત આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા માત્ર એવા વાવડ મળ્યા હતા. આ પ્રોજેક્ટ વિચારણ હેઠળ છે. પણ અંતે વડાપ્રધાન ઈબ્રાહીમ અનવરે આ જાહેરાત કરી દેતા ભારતીયોને સીધો ફાયદો થવાનો છે. ખાસ કરીને ફરવા અને બિઝનેસ કરવાના હેતુથી જતા લોકોને વિઝાની કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે