નાસામાં પાવર કટને કારણે મંગળવારે મિશન કંટ્રોલ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. મિશન કંટ્રોલના ઓર્ડર સ્ટેશન પર મોકલી શકાયા ન હતા અને ભ્રમણકક્ષામાં રહેલા સાત અવકાશયાત્રીઓ સુધી પહોંચી શકાયું ન હતું. હ્યુસ્ટનના જ્હોન્સન સ્પેસ સેન્ટરની ઇમારતનું સમારકામ ચાલી રહ્યું હતું, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તણાવ વચ્ચે અમેરિકાએ કથળતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયાની સ્પેસ એજન્સીની મદદ લેવી પડી હતી.
સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ મેનેજર જોએલ મોન્ટેલબાનોએ જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓ કે સ્ટેશન ક્યારેય કોઈ જોખમમાં નથી અને બેકઅપ કંટ્રોલ સિસ્ટમ 90 મિનિટની અંદર જ સંભાળી લીધી હતી. વીજળી ગુલ થયાની 20 મિનિટની અંદર, ક્રૂને રશિયન કમ્યુનિકેશન સિસ્ટમ્સ દ્વારા સમસ્યા વિશે જાણ કરવામાં આવી હતી. નાસાને આશા છે કે દિવસના અંત સુધીમાં આ મુદ્દાનો ઉકેલ આવી જશે અને કામગીરી સામાન્ય થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું.
વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે
IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન
હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ
તણાવ વચ્ચે પ્રથમ વખત રશિયાની મદદ લીધી
સ્પેસ સ્ટેશન અને નાસાના કમાન્ડ સેન્ટર વચ્ચેનો સંપર્ક આ રીતે પહેલીવાર કપાયો છે. બેકઅપ સિસ્ટમ દ્વારા વસ્તુઓને નિયંત્રણમાં લાવવાની ફરજ પડી છે. રશિયન સિસ્ટમ દ્વારા અવકાશયાત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રશિયા સાથે તણાવ દરમિયાન આ પહેલીવાર છે જ્યારે અમેરિકાની સ્પેસ એજન્સીને તેમની મદદ લેવી પડી છે. યુદ્ધ છતાં બંને દેશોની સ્પેસ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. જો કે મોસ્કોએ કહ્યું છે કે તે 2024 પછી આઇએસએસ (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન)માંથી હટી જશે અને તેના બદલે પોતાનું સ્ટેશન બનાવશે.