આપણા દેશમાં જ્યાં વધી રહેલી જનસંખ્યા એક મોટી સમસ્યા બની ગઈ છે. જ્યારે પડોશી દેશ ચીનમાં વૃદ્ધોની જનસંખ્યા વધવી અને યુવાનોની જનસંખ્યાની ટકાવારી ઘટવી ચિંતાનો વિષય બની ગયું છે. આવામાં હવે થર્ડ ચાઇલ્ડ પોલિસી ઇંટ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત ચીનના પરિવારોને ત્રીજા બાળકના જન્મ આપવા પર પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પહેલા ચીનનાં વસ્તીમાં વધારો થતા એક બાળક રાખવાની પોલિસી લાગુ કરવામાં આવી હતી.
જેનાથી વસ્તી વધારો તો અટક્યો પણ તેની અર્થવ્યવસ્થા પર અસર પડવાની શરુ થઇ ગઈ હતી. હવે ચીન આ પોલિસીને ખતમ કરીને દેશના યુવા પરિવારોને બે કે ત્રણ બાળક કરવા પર પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ માટે મે માં ચીનમાં ત્રીજી બાળકની પોલિસી લાવવામાં આવી છે. અહીંની એક કંપનીએ પોતાના કર્મચારીઓને ત્રીજા બાળકના જન્મ પર બોનસ આપવા અને મહિલા કર્મચારીઓને વર્ષભરની રજાઓ આપવાની ઓફર આપી છે.
એક કંપનીએ પોતાના કર્મચારીઓને ત્રીજા બાળક જન્મવા પર ૯૦,૦૦૦ યુનાન એટલે કે ભારતીય મુદ્રામાં ૧૧.૫૦ લાખ રૂપિયા બોનસ આપવાની ઓફર કરી છે. આટલું જ નહીં જે મહિલા ત્રીજા બાળકને જન્મ આપી રહી છે તેને વર્ષભરની રજા આપવામાં આવશે. જ્યારે પુરુષ કર્મચારીને બાળખને દેખરેખ રાખવા માટે ૯ મહિનાની રજા આપવામાં આવશે.
આટલું જ નહીં જે કર્મચારી બીજા બાળકને જન્મ આપે તેને પણ ૬૦,૦૦૦ યુનાન એટલે કે ૭ લાખ રૂપિયાનું બોનસ મળશે અને પ્રથમ બાળકના જન્મ પર લોકોને ૩૦ હજાર યુનાન એટલે કે ૩.૫ લાખ રૂપિયા બોનસ આપવામાં આવશે. ક્યારેક વસ્તી વધારાથી પરેશાન ચીન હવે વસ્તીના ઘટાડાથી પરેશાન છે. વન ચાઇલ્ડ વન પોલિસીના કારણે ચીનમાં જેન્ડર રેશિયો ખરાબ થયો અને અર્થવ્યવસ્થામાં પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.
લોકોએ શિશુનું જેન્ડર જાેઈને એબોર્શન કરાવ્યા. જેના કારણે યુવક અને યુવતીઓનો રેશિયા બગડી ગયો છે. આ જ કારણે ચીને જાન્યુઆરી ૨૦૧૬માં વન ચાઇલ્ડ પોલિસીને ખતમ કરી દીધી છે અને મે ૨૦૨૧થી ચીનમાં ત્રીજા બાળકના જન્મને મંજૂરી આપી દીધી છે. જનગણના પ્રમાણે ૨૦૨૦માં ચીનમાં ૧૨ મિલિયન બાળકોનો જન્મ થયો છે.