US Sanctions Pakistan Missile Programme: સતત આર્થિક કટોકટી છતાં પાકિસ્તાન સંરક્ષણ પર પાણીની જેમ નાણાં ઠાલવી રહ્યું છે. એક તરફ લોકો અન્ન, પાણી, વીજળી અને પેટ્રોલના આસમાને પહોંચેલા ભાવો સામે ઝઝૂમી રહ્યા છે. દેશ પર પણ દેવાનો બોજ છે. 2024માં પાકિસ્તાનનું દેવું 71.24 ટ્રિલિયન રૂપિયા હોવાનો અંદાજ છે. તે સતત મિત્ર દેશો અને આઇએમએફની મદદ માટે આજીજી કરી રહ્યો છે, પરંતુ તાજેતરમાં ઇસ્લામાબાદમાં મિલિટરી ડે પરેડમાં શાહીન-3 બેલિસ્ટિક મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું. મિસાઈલના પ્રદર્શન બાદથી જ તેની મદદ કરનારા દેશોમાંથી એક એવા અમેરિકાના કાન ઉભા થઈ ગયા છે. અમેરિકાએ પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અમેરિકાએ પ્રતિબંધ મુકતા જ પાકિસ્તાનનું વધુ એક સ્વરૂપ ખુલ્લેઆમ સામે આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. પાકિસ્તાને આ પ્રતિબંધને આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ ગણાવીને તેની નિંદા કરી છે અને તેને “ભેદભાવપૂર્ણ” ગણાવ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી હતી કે, “આ હોદ્દો આપણા ક્ષેત્રમાં અને તેનાથી આગળના વ્યૂહાત્મક સ્થિરતા પર હાનિકારક અસર કરવાની સંભાવના ધરાવે છે.”
અમેરિકાને ચિંતા.
ગુરૂવારે વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાકિસ્તાને પોતાની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતા પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યું કે આ મિસાઈલોથી પાકિસ્તાન દક્ષિણ એશિયાની બહાર અમેરિકા પર હુમલો કરી શકશે. અમેરિકાના એનએસએના ડેપ્યુટી એડવાઇઝર જ્હોન ફાઇનરે બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર સવાલ ઉઠાવ્યા છે.
એશિયાની બહાર હુમલાની ક્ષમતા
કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં ફાઇનરે જણાવ્યું હતું કે, “અમારા માટે પાકિસ્તાનની કાર્યવાહીને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ઉભરતા ખતરા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ તરીકે જોવું મુશ્કેલ છે.” તેમણે કહ્યું, “પાકિસ્તાને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમસાથે રોકેટ મોટર્સની વિશાળ શ્રેણીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.” આનાથી પાકિસ્તાનને અમેરિકા સહિત દક્ષિણ એશિયાની સીમાની બહાર પણ નિશાન સાધવાની ક્ષમતા મળશે.
બ્રિટિશ કેદી હવે ગુજરાતની જેલમાં સજા ભોગવશે, ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે.
મુંબઈ બોટ અકસ્માતના સમયે કેટલું ભયાનક હતું દ્રશ્ય, બચેલા વ્યક્તિએ વર્ણવી પોતાની વેદના
કઈ-કઈ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
પાકિસ્તાન પર બેલેસ્ટિક મિસાઈલ પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે પ્રતિબંધ હોવા છતાં ઈસ્લામાબાદના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પલેક્ષે પાકિસ્તાનની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ બનાવી હતી. આ મિસાઇલ પ્રોગ્રામમાં બેલેસ્ટિક મિસાઇલ શાહીનની શ્રેણી વિકસાવવામાં આવી છે. અમેરિકા દ્વારા પ્રતિબંધિત અન્ય પાકિસ્તાની કંપનીઓમાં અખ્તર એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, એફિલિએટ્સ ઇન્ટરનેશનલ અને રોકસાઇડ એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.