પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે, થોડા સમયમાં પાકિસ્તાનની સ્થિતિ શ્રીલંકા જેવી થઇ જાય તો નવાઇ નહી. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલ પાકિસ્તાનની ઇકોનોમિને કઇ રીતે ફરીથી પાટા પર લાવી શકાય તે સરકારને સમજાઇ નથી રહ્યું. શબબાજ સરકાર ચીન, સઉદી અરબ જેવા દેશો પાસેથી ઉધારની અપેક્ષાએ છે, આ વચ્ચે મંગળવારે પાકિસ્તાની સરકારની હતાશા સ્પષ્ટ થઇ જ્યારે એક કેન્દ્રીય મંત્રીએ દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે લોકોને ચા ઓછી પીવાની સલાહ આપી હતી.
કેન્દ્રીય મંત્રી એહસાન ઇકબાલે દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે લોકોને ચા ઓછી પીવાની અપીલ કરી હતી. એક મીટિંગમાં એહસાન ઇકબાલે કહ્યું કે, હું દેશની જનતાને રોજ એક એક પ્યાલી અને બે બે પ્યાલી ચા ઓછી પીવાની સલાહ આપું છું. આપણે જે પણ ચા ખરીદી રહ્યાં છે, તે ઉધાર લઇને ખરીદી રહ્યાં છે. આ પહેલાં પણ વિજળી સંકટમાંથી પસાર થઇ રહેલાં પાકિસ્તાનમાં રાતે ૮ઃ૩૦ વાગે બધા જ બજારો બંધ કરી દેવામાં આવશે.
સરકારના આ ર્નિણયને કારણે મોબાઇલ ફોન, સિગરેટ,ખાધ ઉત્પાદનો, કપડા અને સૌંદર્ય પ્રસાધનો પર પણ અસર પડ્યો છે. આ સિવાય ઇકબાલે પાકિસ્તાનનની પાછલી સરકાર પર અર્થવ્યવસ્થા નષ્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. શહબાજ શરીફના મંત્રીએ કહ્યું કે, તે દેશને બચાવા માટે સત્તા પર આવ્યા છે, તેમણે આશા વ્યક્ત કરી છે કે, તે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરી દેશે.