China: પિતા બીમાર છે, સારવાર માટે પૈસાની સખત જરૂર છે. આવી સ્થિતિમાં, રસ્તા પર ક્યાંક પૈસા ભરેલી થેલી જોવા કરતાં વધુ સારું શું હોઈ શકે? જે પણ હશે તે પહેલા પિતાની સારવાર કરાવશે. પરંતુ 13 વર્ષની યાંગના વિચારો અલગ હતા. તેણે આ પૈસા પોતાના પરિવારને આપવાનું યોગ્ય ન માન્યું અને કંઈક એવું કર્યું જેની આખીમાં દુનિયામાં તેની પ્રશંસા થઈ રહી છે. પોલીસકર્મીઓ પણ તેના ચાહક બની ગયા છે. પોલીસકર્મીઓ તેણે સલામ પણ કરી રહ્યા છે. અને શાળામાં પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, યાંગ તેની માતા ઝુ શિયાઓરોંગ સાથે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તેની નજર એક પથ્થરની બાજુમાં પડેલી સફેદ કોથળી પર પડી. જિજ્ઞાસાથી તેણે બેગ ખોલી તો તેને જોઈને આશ્ચર્ય થયું. યાંગે કહ્યું- મને આશા નહોતી કે બેગની અંદર આટલી મોટી રકમ હશે. તેમાં 18 લાખ રૂપિયા પડ્યા હતા. યાંગે બેગના માલિકને ઓળખવા માટે આસપાસ જોયું. સાયકલ સાથે સમગ્ર વિસ્તારમાં ફરતો રહ્યો, પરંતુ બેગના માલિકની ઓળખ થઈ શકી નથી.
યાંગનો પરિવાર ખૂબ જ ગરીબ છે
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
પૂર્વી ચીનના જિયાંગસુ પ્રાંતના રહેવાસી યાંગનો પરિવાર ખૂબ જ ગરીબ છે. આજીવિકા માટે સંઘર્ષ કરવો પડે છે. તે દરમિયાન તેના પિતાની તબિયત લથડી હતી. મગજમાંથી લોહી વહેતું હતું, તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો યાંગ ઇચ્છતો હોત તો આ પૈસા તે તેના પિતાની સારવાર માટે વાપરી શકતો હતો, પરંતુ તેણે આવું કરવું યોગ્ય નહોતું માન્યું. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા યાંગે કહ્યું, જેને આ પૈસા મળશે તે ખૂબ જ પરેશાન થશે. તેની શોધ કરવામાં આવશે. કદાચ તેને પણ મારા પિતાની જેમ પોતાનો જીવ બચાવવા આ પૈસાની જરૂર હશે. તેથી જ મેં મારી માતાને કહ્યું, ચાલો પોલીસને બોલાવીએ.