Morocco Earthquake : શુક્રવારે મોડી રાત્રે આફ્રિકી દેશ મોરક્કોમાં (morocco) ભૂકંપના આંચકાથી (Earthquake tremors) ભારે વિનાશ સર્જાયો છે. અહીં ભૂકંપના તીવ્ર આંચકાના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપની આ ઘટનામાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયાના સમાચાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
સીએનએન અનુસાર ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. તે મોડી રાત્રે 11:11 વાગ્યે (2211 જીએમટી) પહોંચ્યો હતો. શક્તિશાળી ભૂકંપને કારણે ઘણા રહેવાસીઓને શેરીઓમાં રાત વિતાવવાની ફરજ પડી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે એક સદીથી વધુ સમયમાં ઉત્તર આફ્રિકન દેશના તે ભાગમાં ત્રાટકેલો આ સૌથી મજબૂત ભૂકંપ હતો.
આ ભૂકંપ મોરક્કોની હાઈ એટલાસ પર્વતમાળામાં રાત્રે 11 વાગ્યા પછી તરત જ આવ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ 18.5 કિલોમીટર (11.4 માઇલ) ની પ્રમાણમાં છીછરી ઊંડાઈએ, ભૂકંપનું કેન્દ્ર મારકેશથી લગભગ 72 કિલોમીટર (44.7 માઇલ) દક્ષિણપશ્ચિમે સ્થિત હતું, જે આશરે 840,000 લોકોની વસ્તીવાળા શહેર અને લોકપ્રિય પર્યટન સ્થળ છે.
મોરોક્કોના સરકારી અલ-ઓઉલા ટેલિવિઝને શનિવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં 153 અન્ય લોકો ઘાયલ થયા છે. આ સાથે જ રોયલ મોરક્કોના આર્મ્ડ ફોર્સે ચેતવણી જાહેર કરી છે કે ભૂકંપના આંચકા વધુ આવી શકે છે. એક રહેવાસીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, જૂના શહેર મારકેશમાં કેટલીક ઇમારતો ધરાશાયી થઈ હતી. X પરની કેટલીક ક્લિપ્સમાં ઇમારતો ધરાશાયી થતી જોવા મળે છે. પરંતુ તે ક્યાંની છે તેની પુષ્ટિ થઈ નથી.
એતિહાસિક શહેરના અન્ય એક વ્યક્તિએ તેને “હિંસક આંચકો” ગણાવ્યો હતો. તેમણે આ આંચકાઓ અનુભવવાના અનુભવ અને ‘ઇમારતો’ ના ધ્રુજતા અનુભવ વિશે પણ વાત કરી હતી. અબ્દેલહક અલ-અમરાનીએ એએફપીને જણાવ્યું હતું કે, “લોકો આઘાત અને ગભરાટમાં હતા.” બાળકો રડી રહ્યા હતા અને માતા-પિતા પરેશાન થઈ ગયા હતા.” તેમણે કહ્યું કે, 10 મિનિટ માટે વીજળી અને ફોનની લાઈન બંધ હતી.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
એએફપીએ એ પણ અહેવાલ આપ્યો છે કે એક મકાનના ધરાશાયી થયેલા કાટમાળમાં એક પરિવાર ફસાઈ ગયો છે. શહેરમાં ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકી દેશ મોરક્કોમાં આવેલા ભયાનક ભૂકંપ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મોરોક્કોમાં ધરતીકંપને કારણે થયેલી જાનહાનિથી અત્યંત દુઃખ થયું છે. મારા વિચારો આ દુ:ખદ ઘડીમાં મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. ભારત આ મુશ્કેલ સમયમાં મોરક્કોને શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે.”