સવારે 10 વાગ્યાની આસપાસ ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ નેપાળમાં મળી આવ્યો છે. નેપાળની સર્ચ ટીમે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મેળવી લીધો છે. તે જ સમયે, પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે મૃતદેહની શોધખોળ ચાલુ છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશ નાથ બાસ્ટોલાએ જણાવ્યું કે ગામલોકોએ પાંચ મૃતદેહ બહાર કાઢ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું છે કે એવું લાગે છે કે હેલિકોપ્ટર પહાડીની ટોચ પર એક ઝાડ સાથે અથડાયું હતું.
ગ્રામજનોએ મૃતદેહો બહાર કાઢ્યા
કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બાસ્ટોલાએ ANIને જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટર લિખુ પીકે ગ્રામ પરિષદ અને દૂધકુંડા નગરપાલિકા-2ની બોર્ડર પરથી મળી આવ્યું છે. જેને સામાન્ય રીતે લામાજુરા ડંડા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામજનોએ પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે.આ સિવાય ડીઆઈજી બસ્તોલાએ કહ્યું કે, “જપ્ત કરાયેલા મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.” જણાવી દઈએ કે નેપાળમાં મનાંગ એરનું હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ નજીક મંગળવારે ગુમ થયું હતું.
ટેક ઓફ થયાની 15 મિનિટ બાદ કંટ્રોલ સિસ્ટમ સાથેનો સંપર્ક તૂટ્યો
હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ બાબુ તિવારીએ જણાવ્યું હતું કે 9N-AMV હેલિકોપ્ટર ઉડાન ભર્યાના 15 મિનિટ પછી જ સંપર્ક તૂટી ગયો હતો. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે સોલુખુમ્બુના સુર્કીથી રાજધાની કાઠમંડુ માટે સવારે 9.45 વાગ્યે ઉડાન ભરી હતી.
હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી સહિત 6 લોકો સવાર હતા
સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરમાં પાયલટ ચેત ગુરુંગ સહિત કુલ છ લોકો સવાર છે. નેપાળના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કર્યું કે હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. જેમાંથી પાંચ મુસાફરો અને એક કેપ્ટન હતા. શોધ અને બચાવ માટે કાઠમંડુથી ઓલ્ટિટ્યુડ એર હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં નેપાળનું એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં લગભગ 70 લોકોના મોત થયા હતા.
શું સરકાર ખરેખર તમારા બધાના કોલ રેકોર્ડિગ કરે છે? જો તમને પણ આવા મેસેજ આવ્યા હોય તો સચ્ચાઈ જાણી લો
યતિ એરલાઈન્સનું આ વિમાન કાઠમંડુથી પોખરા મુસાફરોને લઈને જઈ રહ્યું હતું, જેમાં ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. વિમાન સેતી નદીના ખાડામાં પડી ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળની આસપાસ આગ લાગી હતી, જેના કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.