પુતિન પર સૌથી મોટો ખતરો મંડરાયો, આગમાં ભસ્મ થઈ જશે 10,000 કરોડનો મહેલ, કહેવામાં આવે છે એકદમ સિક્રેટ અડ્ડો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Vladimir Putin News:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાળા સમુદ્રના કિનારે પોતાનો ડ્રીમ પેલેસ બનાવ્યો છે. તેની કિંમત એક અબજ પાઉન્ડ એટલે કે 10,000 કરોડ હોવાનું કહેવાય છે. આજકાલ પુતિનના સપનાનો મહેલ આગમાં બળીને ખાખ થવાનો ભય છે. કાળા સાગરના કિનારે આવેલા આ ઘર પાસેના જંગલોમાં ભીષણ આગ લાગી છે, જેને બુઝાવવામાં ફાયર ફાઇટરો લાગી ગયા છે.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે આગને બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, કોઈએ જાણી જોઈને અહીં આગ લગાવી હતી. આગને કારણે ગેલેન્ડ્ઝિક નામનું એક શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ શહેરમાં પુતિનનો મહેલ હાજર છે. આ જ કારણ છે કે તેમને બચાવવા માટે એમઆઈ-8 હેલિકોપ્ટર, લડાકુ વિમાન અને 100થી વધુ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં આગ લાગી છે ત્યાંથી મહેલ થોડા માઇલ દૂર છે.

શું છે પુતિનના મહેલની ખાસિયતો?

રશિયન રાષ્ટ્રપતિનો મહેલ ગેલેન્ડ્ઝિક શહેરમાં હાજર છે, તેથી તેનું નામ ‘ગેલેન્ડ્ઝિક પેલેસ’ પડ્યું છે. આ મહેલમાં ન્યૂક્લિયર બંકર, કેસિનો, અંડરગ્રાઉન્ડ આઇસ રિંક્સ અને એન્ટરટેઇનમેન્ટ રૂમ છે. ગેલેન્ડ્ઝિક પેલેસને પુતિનનું સિક્રેટ હોમ માનવામાં આવે છે. તે રશિયન રાષ્ટ્રપતિનું ખાનગી ઘર પણ છે. એવું કહેવામાં આવે છે કે દેશના નાણાંનો ઉપયોગ તેને બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ગેલેન્ડ્ઝિક પેલેસ રશિયાની સૌથી વધુ દેખરેખ હેઠળની સાઇટ છે.

આ મહેલની આસપાસ લગભગ 17,000 એકર જમીન રશિયાની ગુપ્તચર એજન્સી ‘એફએસબી સિક્યોરિટી સર્વિસ’ની માલિકીની છે. સમગ્ર વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. દરિયા કિનારે હોવાના કારણે આ જગ્યા નો-બોટ ઝોન પણ છે. સરળ ભાષામાં કહીએ તો મહેલની આસપાસ આકાશમાં કશું જ ઉડાડી શકાતું નથી કે દરિયામાં હોડીઓ પણ ચલાવી શકાતી નથી.

 

 

ગેલેન્ડ્ઝિક પેલેસમાં હેલિકોપ્ટર પેડ બનાવવામાં આવ્યા છે, જેથી પુતિનને તાત્કાલિક અહીં લાવી શકાય. આ ઉપરાંત નજીકમાં જ રેલવે લાઈન છે, જેના દ્વારા પુતિન પણ મહેલમાં આવી શકે છે. કહેવાય છે કે મહેલની અંદર 16 માળનું અંડરગ્રાઉન્ડ કોમ્પલેક્સ છે, જેમાં ન્યૂક્લિયર બંકર પણ છે. આ મહેલને તૈયાર કરનાર એક એન્જિનિયરે કહ્યું હતું કે તે ખાસ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે બનાવવામાં આવ્યો હતો.

 

ગેસ સિલિન્ડર બાદ હવે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ, ગમે તે ઘડીએ આવશે સારા સમાચાર, જાણો મોદી સરકારના માસ્ટર પ્લાન વિશે

ડાકોરમાં VIP દર્શનને લઈ સૌથી મોટા સમાચાર, આ લોકોને મફતમાં જ દર્શન કરવાં મળશે, બીજાં બધાને ચાર્જ આપવાનો

ગુજરાતમાં વરસાદ ખરેખર નહીં આવે કે મેઘરાજા કૃપા કરશે? જાણો હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લો ખાસ જાણે

 

આગ ઝડપથી ફેલાઈ રહી છે

વાસ્તવમાં, ગેલેન્ઝડીય શહેરની એક તરફ પર્વતો અને જંગલોથી ઘેરાયેલું છે. આ દિવસોમાં ગેલેન્ઝડીક શહેરની આસપાસ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ કારણે જંગલોમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 40 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેના પર જાણી જોઈને જંગલોમાં આગ લગાવવાનો આરોપ છે. જો કે આ બધાની વચ્ચે સૌથી વધુ ધ્યાન આગ બુઝાવવા પર છે.

 


Share this Article