Israel Hamas War: હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરીનું દક્ષિણ બેરૂત લેબનોનના ઉપનગરમાં થયેલા વિસ્ફોટમાં મોત થયું છે. લેબનોનના હિઝબુલ્લાહ જૂથના ટેલિવિઝન સ્ટેશન દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. ઇઝરાયેલના અધિકારીઓએ આ વિસ્ફોટ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરીનું દક્ષિણ બેરૂત, લેબનોનના ઉપનગરમાં થયેલા વિસ્ફોટમાં મોત થયું છે. લેબનોનના હિઝબુલ્લાહ જૂથના ટેલિવિઝન સ્ટેશન દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.
નેતન્યાહુએ અરોરીને મારી નાખવાની આપી હતી ધમકી
હમાસની લશ્કરી પાંખના સ્થાપકોમાંના એક સાલેહ અરોરીએ પશ્ચિમ કાંઠે જૂથનું નેતૃત્વ કર્યું હતું. 7 ઓક્ટોબરે હમાસ-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયું તે પહેલા જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અરોરીને મારી નાખવાની ધમકી આપી હતી. ઇઝરાયેલના અધિકારીઓએ આ વિસ્ફોટ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
વિસ્ફોટમાં ચાર લોકોના મોત
લેબનોનની સત્તાવાર રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના ડ્રોન દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા. મંગળવારે સાંજે લેબનીઝ રાજધાનીના દક્ષિણી ઉપનગરોમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ગઢમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આસામમાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 13 લોકોના મૃત્યુ, 30થી વધુ ઘાયલોની સારવાર ચાલુ
લેબનોનની દક્ષિણી સરહદ પર ઇઝરાયેલી સૈનિકો અને હિઝબુલ્લાહના સભ્યો વચ્ચે બે મહિનાથી વધુના ભારે ગોળીબાર દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. દિવસની શરૂઆતમાં, હિઝબુલ્લાહએ કહ્યું હતું કે તેના લડવૈયાઓએ લેબનોન-ઇઝરાયેલ સરહદ પર ઇઝરાયેલી સૈન્ય ચોકીઓને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા હતા.