એક મહિલાનું કહેવું છે કે તેનો પુત્ર જાણે છે કે માતા ન્યૂડ મોડલ તરીકે કામ કરે છે. જેના કારણે પુત્રને શરમનો સામનો કરવો પડે છે. પરંતુ માતાનું કહેવું છે કે તે આ કામ પુત્રના સારા ભવિષ્ય માટે જ કરી રહી છે. મહિલા એડલ્ટ મોડલ તરીકે કામ કરે છે. તેણે કહ્યું કે તે તેના ફોટા અને વીડિયો વેચે છે. જો કે તેમનો પુત્ર આ કામથી ખુશ નથી. આ કામના કારણે તેણે માતાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
55 વર્ષની એલિન સેન્ટ જેમ્સે જણાવ્યું કે તેણે મોડલિંગ કરવા માટે નોકરી છોડી દીધી છે. એલીને કહ્યું કે તેનો દીકરો જાણે છે કે તે એક ન્યૂડ મોડલ છે. તેણે ચોક્કસપણે તેનું ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક એકાઉન્ટ જોયું હશે. એલીને કહ્યું કે જ્યારે તેના પુત્રને તેના કામ વિશે ખબર પડી તો તેણે તેને શરમજનક ગણાવ્યું. એલીન સેન્ટ જેમ્સ 55 વર્ષની છે.
પહેલા સામાન્ય કામ કરતી
એલીને જણાવ્યું કે 30-39 વર્ષની વચ્ચે તે ‘કન્ઝ્યુમર ગુડ્સ સેલ્સ’ના ક્ષેત્રમાં કામ કરતી હતી. પરંતુ, 42 વર્ષની ઉંમરે માતા બન્યા બાદ તેણે આ નોકરી છોડી દીધી હતી. 1 એપ્રિલ 2021 ના રોજ, તેણે ઇન્સ્ટાગ્રામ અને વેબસાઇટ પર તેનું એકાઉન્ટ બનાવ્યું. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તે પોતાનો ચહેરો છુપાવીને વેબસાઈટ પર ફોટા પોસ્ટ કરી રહી છે.
બે મહિનામાં 80 લાખ રૂપિયા કમાયા
અલિનાએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં તેની કમાણી લગભગ 80 લાખ રૂપિયા હતી. અલિનાએ કહ્યું કે તે અત્યારે 55 વર્ષની છે, જ્યારે તે 65 વર્ષની થશે ત્યારે તે આ કામ કરવાનું બંધ કરી દેશે.