જીતના નશામાં પ્રેસિડેન્ટ હોશ ભૂલી ગયો, મહિલા પ્લેયરને સ્ટેજ પર જ કિસ કરી, જોઈને આખું ગામ ગુસ્સે થઈ ગયું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

FIFA Womens World Cup 2023 : સ્પેને ઈંગ્લેન્ડને હરાવીને ફિફા વિમેન્સ વર્લ્ડ કપ (Women’s World Cup) ટાઈટલ જીતી લીધું હતુ. સ્પેનની મહિલા ટીમ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બની છે. સ્પેન તરફથી એકમાત્ર ગોલ કેપ્ટન ઓલ્ગા કાર્મોનાએ (Olga Carmona) કર્યો. આ જીત સ્પેનિશ ટીમ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ જીત આ હોબાળા બાદ મળી હતી, જ્યારે ટીમ મેનેજર જ્યોર્જ વાઈલ્ડાને લઈને અફડાતફડી મચી ગઈ હતી. લગભગ 15 જેટલા સ્પેનિશ ખેલાડીઓ અને વિલ્લા વચ્ચે મુકાબલો ખેલાયો. તેની કોચિંગ સ્ટાઈલ પર સવાલો ઉભા થયા હતા. તે ધમાલ બાદ સ્પેનની ટીમ મહિલા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. વિજયની ઉજવણીમાં આખી ટીમ તરબોળ થઈ ગઈ હતી.

ખેલાડીઓની આંખમાં પણ હર્ષના આંસુ હતા, પણ સ્પેનિશ ફેડરેશનના પ્રમુખ લ્યુકે ઉત્તેજનામાં ભાન ગુમાવતા સ્ટેજ પર એક ખેલાડીને કિસ કરતાં ઉજવણીનો રંગ વિખેરી નાંખ્યો નથી. 45 વર્ષીય લ્યુકની એક્શન જોઈને મેડલ મેળવ્યા બાદ વર્લ્ડ ચેમ્પિયન્સ અસહજ થઈ ગઈ હતી. જેની સ્ટેજ પર લ્યુક પાસે પહોંચી કે તરત જ તેણે પહેલા તે સ્ટાર પ્લેયરને ગળે લગાવી અને પછી તેને હોઠ પર કિસ કરી લીધી.

 

ફૂટબોલર પોતે જ ગુસ્સે છે

રાષ્ટ્રપતિની આ કાર્યવાહી જોઈને ઘણા ફેન્સ ભડકી ગયા હતા. જેનીએ પોતે પણ સ્પેનિશ ટીવી પર કહ્યું હતું કે તેને આ બિલકુલ પસંદ નથી. જીત બાદ જેની ભાવુક થઈ ગઈ હતી. ઐતિહાસિક જીત બાદ તેણે કહ્યું કે, આ તેના જીવનની શ્રેષ્ઠ અનુભૂતિ છે. તેણે આ જીત પોતાના પરિવાર અને સ્પેનના લોકોને સમર્પિત કરી હતી.

 

આણંદ કલેક્ટરનો રંગીન મિજાજ જાણીને નાયબ મામલતદારે પ્લાન બનાવ્યો, મહિલાને તૈયાર કરી કેમેરા ગોઠવી વીડિયો બનાવ્યો, પછી…

રજનીકાંતનો ભાજપ પ્રેમ ઉભરીને છલકાયો, CM યોગીને પગે લાગ્યો, મોદી-શાહની જોડીને અર્જૂન-કૃષ્ણ સાથે સરખાવી….

જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ

 

જીત બાદ ભાવુક

“અમે વર્લ્ડ કપ જીત્યા હતા. અમે વર્લ્ડ ચેમ્પિયનશિપ છીએ. અમે જે રીતે ઇચ્છતા હતા તે જ રીતે રમ્યા. ફાઇનલની વાત કરીએ તો સ્પેન અને ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં પહેલી વાર આમને સામને હતા અને પ્રથમ ટક્કરમાં સ્પેનિશ ટીમે ઇંગ્લિશ ટીમને જણાવ્યું હતું કે જે મહિલા ફૂટબોલની અસલી ચેમ્પિયન છે.

 

 

 


Share this Article