ચીનના એક મુસાફરે તુર્કીના ઈસ્તંબુલ એરપોર્ટ પર જાપાનની દુર્લભ વ્હીસ્કીની એક બોટલ માટે ચાર કરોડ રુપિયા ખર્ચી નાંખ્યા હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. એરપોર્ટ પર ડ્યુટી ફ્રી શોપમાં આ વ્હીસ્કીની બોટલ વેચવા માટે મુકાઈ હતી.૫૫ વર્ષ જુની આ વ્હીસ્કીની બહુ ઓછી બોટલો તે સમયે બજારમાં મુકવામાં આવી હતી.આ વ્હીસ્કી ચામાજાકી તરીકે ઓળખાય છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ડ્યુટી ફ્રી શોપમાં આ બોટલ છેલ્લા એક વર્ષથી વેચવા માટે મુકાઈ હતી.કેટલાક ગ્રાહકોને આ રેર બોટલ માટે બોલી લગાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
જેમાં ચીનના એક વ્યક્તિએ બીજા સાત લોકોને પાછળ છોડીને વ્હીસ્કી માટે ચાર કરોડની બોલી લગાવી હતી.બીજી તરફ વ્હીસ્કી બનાવનાર જાપાની કંપની હાઉસ ઓફ સુનટોરીએ કહ્યુ હતુ કે, આ વ્હીસ્કીમાંથી ચંદનની સુગંધ આવે છે.આ બોટલને જાપાનની મિજુનારા નામના લાકડામાંથી બનેલી ખાસ પેટીમાં રાખવામાં આવી છે. કંપનીના અધિકારીએ કહ્યુ હતુ કે, ૫૫ વર્ષ જુની વ્હીસ્કી બૌધ્ધની મૂર્તિ જેવી શાંત અને રહસ્યમય છે.