ચીન આ દિવસોમાં તેના ઘટી રહેલા જન્મ દરને કારણે ખૂબ જ ચિંતિત છે. સરકારના રાજકીય સલાહકારોએ જન્મ દર વધારવા માટે અનેક ભલામણો કરી છે. ચીનમાં જન્મ દર વધારવા માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. જેમાં નવપરિણીત યુગલને એક મહિનાની પેઇડ લીવ સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ચીન એક નવો પ્લાન લઈને આવ્યું છે. પરંતુ આ યોજના કોલેજના વિદ્યાર્થીઓ માટે છે.
એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ ચીનની કેટલીક કોલેજોમાં પ્રેમની શોધ પૂર્ણ કરવાના નામે એક સપ્તાહની વિશેષ રજા આપવામાં આવી છે. ફેન મેઇ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા સંચાલિત નવ કોલેજો પૈકીની એક મિયાંગ ફ્લાઈંગ વોકેશનલ કોલેજે 21 માર્ચે સૌપ્રથમ સ્પ્રિંગ બ્રેકની જાહેરાત કરી હતી. જેમાં રોમાન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે બાકીની કોલેજોએ પણ 1 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન રજા જાહેર કરી છે.
મિયાંગ ફ્લાઈંગ વોકેશનલ કોલેજના ડેપ્યુટી ડીન લિયાંગ ગુઓહુઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ લીલા પાણી અને લીલા પહાડો જોવા જઈ શકે અને વસંતનો શ્વાસ અનુભવી શકે. આનાથી વિદ્યાર્થીઓમાં માત્ર લાગણીઓ જ નહીં પરંતુ તેમનામાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ કેળવશે. આ સાથે, વર્ગખંડમાં પાછા ફરવાથી તેમની શૈક્ષણિક ક્ષમતા વધુ સમૃદ્ધ અને ઊંડી બનશે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
રજાઓ દરમિયાન હોમવર્ક
જોકે, કોલેજોએ આ રજાઓમાં વિદ્યાર્થીઓને હોમવર્ક પણ આપી દીધું છે. તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે કે રજાના દિવસોમાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ અને કામ ડાયરીમાં લખવાનું રહેશે. વ્યક્તિગત વૃદ્ધિને ટ્રૅક કરવા અને તમારી મુસાફરી પર વિડિઓઝ બનાવવાનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, સરકારના નિર્દેશો પર, કોલેજ પ્રશાસનના આ પ્રયાસો જન્મ દર વધારવાના માર્ગો શોધીને પ્રેરિત છે.