Business News: ભારતમાં નોકરી, ધંધો કે વ્યવસાયમાંથી આવક મેળવનાર દરેક વ્યક્તિએ આવકવેરો ભરવો પડે છે. કોઈપણ દેશની આવકનો મુખ્ય સ્ત્રોત આવકવેરો છે. જો આપણે માત્ર ભારતની વાત કરીએ તો અહીં લોકોની આવકના હિસાબે આવકવેરો લાગુ કરવામાં આવે છે. એટલે કે, જેઓ ઓછી કમાણી કરે છે તેમણે ઓછો ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે વધુ કમાતા લોકોએ વધુ ટેક્સ ચૂકવવો પડે છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં લોકોને ટેક્સ ચૂકવવો પડે છે.
પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં લોકો પાસેથી ઈન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. આજે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકો ગમે તેટલી કમાણી કરતા હોય, પરંતુ તેમને સરકારને ઈન્કમ ટેક્સ તરીકે એક પણ રૂપિયો આપવો પડતો નથી. અહીંના લોકોની સંપૂર્ણ આવક હાથમાં આવે છે.
બહામાસ
બહામાસનું ટેક્સ ફ્રી કન્ટ્રીમાં પહેલું નામ આવે છે. બહામાસ દેશ, જેને પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે, તે પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.
UAE
UAE એવો દેશ છે જ્યાં ક્રૂડ ઓઈલનો વેપાર થાય છે અને તેની આર્થિક સ્થિતિ તેના પર નિર્ભર છે. અહીં નાગરિકોએ ટેક્સ ચૂકવવો પડતો નથી.
બ્રુનેઇ
તેલ સમૃદ્ધ બ્રુનેઇ ઇસ્લામિક કિંગડમ વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું છે. અહીં લોકોને કોઈપણ પ્રકારનો ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.
બહેરીન
ગલ્ફ કન્ટ્રી બહેરીનમાં પણ નાગરિકોને તેમની કમાણી પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. બહેરીનમાં સરકાર જનતા પાસેથી ટેક્સ વસૂલતી નથી.
ઉત્તર અમેરિકા
કેમેન ટાપુઓનો દેશ ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન પ્રદેશમાં આવે છે. આ દેશમાં કોઈએ ઈન્કમ ટેક્સ ભરવો પડતો નથી.
કુવૈત
કુવૈતમાં તેલ અને ગેસના ભંડારને કારણે આ બંને દેશો સારી કમાણી કરે છે, જેના કારણે અહીંના નાગરિકોને ટેક્સ ચૂકવવો પડતો નથી.
કતાર
કતારમાં તેલના ભંડારને કારણે અહીંના લોકો પાસેથી કોઈ આવકવેરો લેવામાં આવતો નથી.
ઓમાન
ઓમાન તેલ અને ગેસના ભંડાર માટે પણ જાણીતું છે. તેનું કારણ ઓમાનનું મજબૂત તેલ અને ગેસ ક્ષેત્ર માનવામાં આવે છે. અહીંના નાગરિકોએ પણ ટેક્સ ભરવો પડતો નથી.
માલદીવ
માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો માલદીવની મુલાકાતે પહોંચે છે. દરિયા કિનારે આવેલું માલદીવ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક કહેવાય છે. માલદીવમાં પણ નાગરિકોને આવકવેરો ભરવો પડતો નથી.
નૌરુ
સૌથી નાના ટાપુ રાષ્ટ્ર નૌરુમાં, નાગરિકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
સોમાલિયા
આફ્રિકન દેશ સોમાલિયામાં પણ બગડતી પરિસ્થિતિને કારણે ટેક્સ સિસ્ટમ નથી. આ કારણોસર અહીં ટેક્સ ભરવાનો નથી.
ખેડૂતોને મોજ આવી ગઈ, અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ અનરાધાર વરસાદની આગાહી કરી, જાણો તારીખ અને વિસ્તાર
મોનાકો
મોનાકોમાં પણ ટેક્સ ભરવાની જરૂર નથી. તે યુરોપનો ખૂબ જ નાનો દેશ છે.