World News: જાપાનના ઈશિકાવા પ્રાંતમાં ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ સમુદ્રમાં ઉછળેલા સુનામીના મોજાઓએ લોકોને ગભરાટમાં મુકી દીધા હતા. જાપાનમાં સોમવારે સાંજે આવેલો પહેલો ગંભીર ભૂકંપ રિક્ટર સ્કેલ પર 7.6 માપવામાં આવ્યો હતો, જ્યારે તેના પછી બીજો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5.0 હતી.
300 કિલોમીટરના વ્યાપમાં સુનામીની અસર
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે, જાપાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની અંદર જોખમી સુનામીના મોજાઓ જોવાયા હતા. ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરમાં 1.2 મીટરની સુનામી આવી હતી.
富山市 萩浦橋 津波到達中 pic.twitter.com/5TJkH4E1Mx
— 鈴木 一 (@hioooomn) January 1, 2024
દરિયામાં ઉછળ્યાં 5 મીટર સુધી મોજાઓ
7.6 ની તીવ્રતાના ભૂકંપના કારણે જાપાનના સમુદ્રના કેટલાક ભાગોમાં 5 મીટર સુધીના મોજા ઉછળ્યા હતા. સુનામી આવતાં લોકો જીવ લઈને ભાગતાં જોવા મળ્યાં હતા. સેંકડો લોકોને તેમનું ઘર ખાલી કરાવી દેવાયું છે અને સલામત સ્થળે લઈ જવાયા છે.
津波、初めて見た
こわ
(ここは垂直避難済み) pic.twitter.com/t5vxuKjdRb
— 打岩_ムテキムキムキの人 (@naec0) January 1, 2024
રશિયા અને ઉત્તર કોરિયાએ પણ સુનામીની ચેતવણી કરી જાહેર
રશિયાએ દૂર પૂર્વમાં સ્થિત સખાલિન દ્વીપ માટે સુનામીની ચેતવણી પણ જારી કરી છે. જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા બાદ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ઉત્તર કોરિયા અને રશિયાના દૂર પૂર્વમાં સુનામીની ચેતવણી જારી કરી છે.