મહિલાઓને શિક્ષણથી વંચિત કર્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે પુરુષો માટે નવુ ફરમાન લઈને આવ્યો છે. તાલિબાને કહ્યુ કે જે સરકારી કર્મચારી દાઢી રાખશે નહીં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. તાલિબાને ડ્રેસ કોડને લઈને પણ કડક વલણ અપનાવતા કહ્યુ છે કે કર્મચારી જાે ડ્રેસ કોડનુ પાલન નહીં કરે તો પણ તેમણે નોકરી ગુમાવવી પડશે.
તાલિબાન સંબંધિત સૂત્રો અનુસાર પુણ્યનો પ્રચાર અને બુરાઈ રોકનારા મંત્રાલયના પ્રતિનિધિ સોમવારે સરકારી કાર્યાલયની બહાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેઓ આ વાતની તપાસ કરી રહ્યા હતા કે કર્મચારી નવા નિયમોનુ પાલન કરી રહ્યા છે કે નહીં. મંત્રાલય તરફથી કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની દાઢી કઢાવે નહીં. તેઓ લાંબા, ઢીલા-ઢાલા કુર્તા-પાયઝામા અને ટોપી કે પાઘડી પહેરે.
બે સૂત્રોએ જણાવ્યુ કે પ્રતિનિધિઓને એ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ કે કર્મચારી યોગ્ય સમયે નમાઝ અદા કરે. કર્મચારીઓને કહેવામાં આવ્યુ છે કે જાે તે યોગ્ય ડ્રેસ કોડ પહેરીને નહીં આવે તો તેમણે ઓફિસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને નોકરીમાંથી કાઢી મૂકાશે. મંત્રાલયના પ્રવક્તાને જ્યારે આ વિશે જવાબ માગવામા આવ્યો તો તેમણે આનો કોઈ જવાબ આપ્યો નહીં.
ગયા અઠવાડિયે જ તાબિલાને મહિલાઓ માટે કેટલાક વિવાદિત ર્નિણય લીધા હતા. કોઈપણ પુરૂષ સંબંધીઓ વિના મહિલાઓની હવાઈ મુસાફરી પર તાલિબાને પ્રતિબંધ મૂક્યો હતો. તાલિબાને કહ્યું હતું કે દેશમાં કે દેશની બહાર હવાઈ મુસાફરી કરવા માટે સ્ત્રી સાથે પુરુષ સંબંધી હોવો જાેઈએ.
તાલિબાને યુવતીઓના સ્કુલ જવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. તાલિબાને વચન આપ્યુ હતુ કે તે યુવતીઓ માટે જલ્દી જ હાઈસ્કુલ શરૂ કરશે પરંતુ શરૂ કરવાનાદિવસે જ તેણે પોતાનો ર્નિણય બદલી દીધો.