રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. પરંતુ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું, આ બધાની વચ્ચે સૈન્ય ઈન્ટેલિજન્સ પ્રમુખ કિરિલો બુડાનોવએ દાવો કર્યો છે કે યુદ્ધમાં નિષ્ફળ રશિયા, યુક્રેનને બે ભાગમાં વહેંચવાની કોશિશ કરી શકે છે. બુડાનોવનું માનવું છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતીને અનુભવ્યું છે કે તે આખા દેશ (યુક્રેન)ને ગળી શકે તેમ નથી, માટે તેઓ કોરિયાની જેમ યુક્રેનને સંભવતઃ બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરી શકે છે.
તેમનો કહેવાનો ભાવાર્થ ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના દાયકાઓ પહેલા વિભાજનથી થયા છે. બુડાનોવે કહ્યું, “રશિયા કબજાવાળા વિસ્તારને એક અર્ધ-રાજ્યમાં બદલવાની કોશિશ કરશે. અને તેને સ્વતંત્ર યુક્રેનની સામે ઉભું કરશે.” તેમણે કહ્યું કે કબજાવાળા શહેરોમાં સમાંતર સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા અને લોકોને યુક્રેનની કરન્સી, રિવ્નિયાનો ઉપયોગ કરવાથી રોકવા માટે રશિયાના પ્રયાસો તરફ ઈશારો કર્યો છે.
બુડનાવએ ભવિષ્યવાણી કરી છે કે યુક્રેનનો વિરોધ ગોરીલા યુદ્ધમાં વિકસ્યો અને રશિયાના પ્રયાસોને પાટા પરથી ઉતારી દેશે. બીજી તરફ ફ્રાન્સ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેનએલ મેક્રોએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડનના એ નિવેદનથી પોતાને અલગ કરી રહ્યા છે કે, જેમાં બાઈડને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર મુતિન સત્તામાં ના રહી શકે. મેક્રોએ તણાવ ઘટાડવાનો પ્રયાસ કરવાની અપીલ કરી છે.
મેક્રોએ ઘણી વખત યુક્રેનમાં શાંતિ માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત કરી ચુક્યા છે, પરંતુ તેમના પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે. તેઓ ફરી એકવાર પુતિનને ફોન કરવાના છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખને બાઈડનના નિવેદન અંગે પૂછવા પર ફ્રાન્સ-૩ ડેલીવિઝન ચેનલ પર રવિવારે કહ્યું કે આપણે તથ્યો સાથે કામ કરવું જાેઈએ અને તમામ પ્રયાસ કરવા જાેઈએ જેથી સ્થિતિ નિયંત્રણની બહાર ના જાય. મેક્રોએ કહ્યું કે, હું એ શબ્દોનો પ્રયોગ નહીં કરું, કારણ કે હું પુતિન સાથે વારંવાર વાત કરું છું. અમે સામુહિક રીતે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે યુક્રેન પર રશિયા તરફથી થોપવામાં આવેલું યુદ્ધ રોકાવું જાેઈએ.