મોતના 100 કલાક, એક એક સેકન્ડે કોઈને કોઈ મરે, 21000 લોકોનાં જીવ ગયા, ચારેકોરથી નીકળે છે લાશો અને સંભળાય છે આક્રંદ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ચારે બાજુ કાટમાળના ઢગલા, ધ્રૂજતી ઠંડી સાથે ધરાશાયી થતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર… તુર્કી અને સીરિયામાં ભૂકંપની તબાહી દિવસેને દિવસે વધી રહી છે. બચાવ કામગીરી જેમ તેમ આગળ વધી રહી છે તેમ તેમ  મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કાટમાળના દરેક ઢગલામાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મૃતદેહો કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. ભૂકંપના આ આંચકાઓએ અનેક પરિવારોને બરબાદ કરી દીધા છે. હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે.

ભૂકંપે અનેક પરિવારોને બરબાદ કરી દીધા

તુર્કીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે લોકોને જીવતા મળવાની આશાઓ પણ ઘટી રહી છે. 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો, એટલે કે અત્યાર સુધીમાં 4 દિવસ થયા છે. એવી પણ સંભાવના છે કે જો કેટલાક લોકો કાટમાળમાં જીવતા બચી જાય તો આ ચાર દિવસમાં ભૂખ, તરસ અને ઠંડીના કારણે તેઓ મરી શકે છે. આ દરમિયાન વિશ્વ બેંકે તુર્કીને 1.78 અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે.

ભારતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ તુર્કીને ખાસ મદદ મોકલી

અમેરિકાએ ભૂકંપથી પ્રભાવિત તુર્કી અને સીરિયાની મદદ માટે 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. 70 દેશોની સાથે ભારત પણ ભૂકંપથી પ્રભાવિત તુર્કીની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ તુર્કીને ખાસ મદદ મોકલી છે. ભારતમાંથી NDRFની 3 ટીમ બચાવ કામગીરી માટે તુર્કી પહોંચી છે. જેમાં સ્પેશિયલ રેસ્ક્યુ ડોગ સ્કવોડનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ તુર્કી પહોંચી છે. ભારતીય સેનાએ હાથે શહેરમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોને સતત સારવાર આપવામાં આવી રહી છે. એટલું જ નહીં એનડીઆરએફની ટીમો પણ બચાવ કાર્ય ચલાવી રહી છે.

એક પછી એક 5 આંચકાથી તુર્કી હચમચી ઉઠ્યું

તુર્કીમાં ભૂકંપનો પહેલો આંચકો 6 ફેબ્રુઆરીની સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો.

આ રાશિઓ માટે ફેબ્રુઆરી મહિનો લોટરી લાગી હોય તેવો રહેશે, ગ્રહોની સ્થિતિ બદલાવાથી જીવન ખુશીઓથી છલકાશે

નોકરી-ધંધાના ટેન્શનથી પરેશાન છો? આ છોડને ઘરમાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી બધી સમસ્યાઓ થઈ જશે દૂર

શું રવિન્દ્ર જાડેજા પર 12 મહિના પ્રતિબંધ મૂકાશે?  ચાલુ મેચે જાડેજાની આ હરકતથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો

કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો. તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. 1999માં આવેલા ભૂકંપમાં 18,000 લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઓક્ટોબર 2011 માં ભૂકંપમાં 600 થી વધુ લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે ભૂકંપના કારણે સરહદી સીરિયામાં પણ તબાહી મચી ગઈ હતી, જેની ભયાનક તસવીરો સામે આવી હતી.

 


Share this Article
TAGGED: ,