યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ લગભગ દોઢ મહિના પહેલા શરૂ થયુ હતુ. આ યુદ્ધ હવે ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન સૈનિકોએ યુક્રેનના નાગરિકોની હત્યા કરી છે. બુચા હત્યાકાંડની તસવીરો અને વીડિયોએ દરેકને હચમચાવી દીધા છે. યુદ્ધ દરમિયાન જે શહેરોમાંથી રશિયન સૈનિકો પસાર થાય છે તે લૂંટી રહ્યા છે. મહિલાઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે.
આ સિવાય પુરુષોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. યુક્રેને વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે રશિયન સેનાએ તેમની પાસેથી યુદ્ધ દરમિયાન પકડાયેલી યુક્રેનિયન મહિલા સૈનિકોને નિર્દયતાથી અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને શરમજનક બનાવી હતી. યુક્રેનની માનવાધિકાર એજન્સીએ કહ્યું છે કે રશિયન સૈનિકોએ લગભગ એક ડઝન મહિલા યુક્રેનિયન સૈનિકોને બંદી બનાવી લીધા છે.
મીડિયા અહેવાલો અનુસાર રશિયન સેનાએ યુક્રેનના 86 સૈનિકોને મુક્ત કર્યા છે જેઓ તાજેતરમાં જ પકડાયા હતા. તેમાં 15 મહિલા સૈનિકોનો સમાવેશ થાય છે. યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયન સૈનિકોએ યુક્રેનિયન મહિલાઓને પકડી લીધા બાદ તેમને બેલારુસ અને ત્યાંથી રશિયા લઈ જવામાં આવી હતી. અહીં તેમને વિવિધ રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે.
અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે મહિલા સૈનિકોને પુરૂષ સૈનિકોની સામે કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવે છે. મહિલા સૈનિકોના વાળ પણ કાપવામાં આવ્યા હતા. કેટલાક સૈનિકો ખરાબ રીતે માર્યા ગયા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુદ્ધ કેદીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. માનવાધિકાર એજન્સી સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે ઘણા સૈનિકોને ભોજન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તેમની હાલત ખરાબ થઈ રહી છે.