ભારતથી કેટલુંય દૂર છે દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર, ચમત્કાર અને રહસ્યો જોઈને આખી દુનિયા ધ્રુજી ઉઠી, તમે પણ જાણો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World’s Largest Hindu Temple : ભારતના અનેક મંદિરો જગવિખ્યાત છે, તેને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. વિશ્વના મોટાભાગના હિન્દુઓ ભારતમાં રહે છે, અને ભારતમાં મોટી સંખ્યામાં મંદિરો છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર હિન્દુ પ્રભુત્વ ધરાવતા દેશ ભારતમાં નથી પરંતુ તેનાથી હજારો કિલોમીટર દૂર અન્ય દેશમાં છે. આ મંદિર પ્રાચીન છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે.

 

કમ્બોડિયામાં આવેલું વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર

કંબોડિયામાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિરનું નામ અંગકોર વાટ છે અને તે કંબોડિયાના અંગકોરમાં સ્થિત છે. આ મંદિર ખૂબ જ વિશાળ છે અને 620 એકર જમીનમાં ફેલાયેલું છે. આ વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ રાજા સૂર્યવર્મન બીજાએ 12મી સદીમાં કરાવ્યું હતું. પરંતુ આ મંદિરનું નિર્માણ તેમના અનુગામી ભત્રીજા ધરણિન્દ્રવર્મન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મંદિરમાં 6 શિખરો છે અને મધ્ય ભાગના શિખરની ઊંચાઈ 150 ફૂટ છે. આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, આ સિવાય અનેક હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ દિવાલો પર કોતરવામાં આવી છે.

 

 

સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા આવે છે લોકો

અંગારકોટ મંદિરની વિશાળતા અને બાંધકામનો સમયગાળો ખૂબ જ અદભૂત છે. જેના કારણે દુનિયાભરના લોકો તેને જોવા માટે આવે છે. આ ઉપરાંત આ મંદિરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો પણ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આ મંદિરની અનોખી સુંદરતા જોવા મળે છે. આ ઉપરાંત હિંદુઓ માટે આ એક પવિત્ર તીર્થ સ્થળ છે.

 

 

ગૌતમ અદાણીને અનેક આંચકાઓ, દરજ્જો ઘટ્યો, સંપત્તિમાં ઘટી, પદમાં ઘટાડો… ખરાબ રિપોર્ટે વાટ લગાડી દીધી

સાળંગપુર હનુમાનજી ચિત્ર વિવાદ મામલે ચારેય ખુણેથી સાધુ-સંતો આકરાં પાણીએ, ગુસ્સામાં લાલચોળ થઈ આપ્યા નિવેદન

અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, સપ્ટેમ્બર મહિનામાલ ગરમી પડશે કે વરસાદ? અહીં જાણી લો કેવું રહેશે હવામાન

 

ખાઈ આ મંદિરનું રક્ષણ કરે છે.

આ મંદિરની બીજી એક ખાસ વાત એ છે કે મંદિરની આસપાસ બનેલો ખાડો. અંગારકોર વાટ મંદિરની રક્ષા ચતુષ્કોણીય ખાઈથી કરવામાં આવે છે. તેની પહોળાઈ લગભગ 700 ફૂટ છે. દૂરથી, આ ખાડો તળાવ જેવો દેખાય છે. આ ખાડાને પાર કરીને મંદિર સુધી પહોંચવા માટે એક પુલ છે અને પછી મંદિરની અંદર વિશાળ પ્રવેશદ્વાર દ્વારા પ્રવેશ થાય છે. આ વિશાળ પ્રવેશદ્વાર લગભગ 1,000 ફૂટ પહોળું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુ માટે બનાવવામાં આવ્યું હતું. અંગકોરવાટ મંદિરને કંબોડિયાના રાષ્ટ્રીય પ્રતીકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

 


Share this Article