સોશિયલ મીડિયા પર હાલમાં કિર્તીદાન ગઢવીથી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, કલાકારોનાના બેસવા માટે એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેઓ આ મંચ પર બેસીને પોતાની રજૂઆતો આપી રહ્યા છે. આ મંચ પર ગાયકોની સાથે સાથે વિવિધ વાદ્યોના વાદકો પણ બેઠા છે.
ફોટાઓમાં જોવા મળે છે કે કિર્તીદાન ગઢવીની નજીક જઈ રહેલ વ્યક્તિ નોટોનો વરસાદ કરી રહ્યો છે. ગુજરાતના નવસારીમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની આંખની હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 40થી 50 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નવસારી જિલ્લામાં ભજન ગાયકો પર નોટોનો વરસાદ થયો. આ નોટોનો વરસાદ સામાન્ય નથી. તમે જાણીને ચોંકી ઉઠશો કે ભજન ગાતી વખતે ભજન ગાયક પર એક-બે લાખ નહીં પરંતુ અંદાજે 50 લાખ ઉડાવવામાં આવ્યાં છે.
નવસારી જિલ્લાના સુપા ગામમાં આયોજીત ભજનના કાર્યક્રમમાં લોક ગાયક તેમના ભજનોની પ્રસ્તુતિ કરી રહ્યા હતા. આ ભજનો સાંભળી તેનાથી એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેના સન્માનમાં પાણીની જેમ પૈસા ઉડાડી રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.