ગુજરાતીઓ પર મોટો ખતરો, હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે, આંકડો જોઈ પગ ધ્રુજવા લાગશે એ પાક્કું!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત આખુ હાલ ઠંડીથી થીજી રહ્યુ છે. નલિયામા પારો 8.1 ડિગ્રી ગગળી ગયો છે. આ મુજબ હાલ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ વચ્ચે ગુજરાત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ઠંડી વધતા હૃદયરોગના હુમલા વધયા છે. આ મામલે ગુજરાત દેશમાં 3 નંબરે છે. શિયાળા દરમિયાન હૃદય સંબધિત, મેદસ્વીપણું, જીવનશૈલી પર માઠી અસર જોવા મળી રહી છે.


આંકડાઓ મુજબ ડિસેમ્બર મહિનામા 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ સામે આવતા ફફડાટ મચ્યો છે. આ સિવાય કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસમાથી વધીને 178 કેસ અને વર્ષ 2021માં 2948 દર્દીના હૃદયરોગથી મોત થયા છે. શિયાળા બાદ હૃદયરોગના હુમલાઓના કેસમા 20 ટકાનો વધારો થયો છે.


આ સિવાય ઠંડીની વાત કરીએ ગુજરાતના અન્ય વિસ્તારોનુ તો અમદાવાદમાં 12.9 ડિગ્રી, ડીસામાં 10.4, ગાંધીનગરમાં 11.4, વડોદરામાં 15, સુરતમાં 14.6, વલસાડમાં 14, ભુજમાં 10, ભાવનગરમાં 13.7, દ્વારકામાં 15.6, પોરબંદરમાં 11.6, રાજકોટમાં 10, સુરેન્દ્રનગરમાં 12.5 અને મહુવામાં 11.6 ડિગ્રી તાપમાન રહ્યુ છે.

 

 


Share this Article
TAGGED:
Leave a comment