હાલમાં જ ભારત અને યુકે વચ્ચે સનાતન સંસ્કૃતિનો સેતુના દર્શન થાય એવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતમાં કોઈ ઘરે હવે ઓળખાવાના બાકી ન હોય એવો બાગેશ્વર ધામના બાબા ધીરેન શાસ્ત્રીનો દરબાદ વિદેશની ધરતી પર આયોજિત થયો હતો.
ત્યારે જ્યારે આ દરબાદ માટે વિદેશની ધરતી પર ધીરેન શાસ્ત્રીએ લેન્ડિગ કર્યું એનું જોરદાર ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.
યુનાઇટેડ કિંગડમના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટનન્ટ સિમોન ઓવેન્સના HM કિંગ ચાર્લ્સ, શૈલેષ સગર સમાજમિત્ર, રાજ રાજેશ્વર ગુરુજી, બબીતા જોશી, દિપક જોશી, આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ હેરોની આખી ટીમ બાગેશ્વર બાબાના સ્વાગત માટે પહોંચી હતી અને ધીરેન શાસ્ત્રી હરખાઈ જાય એવું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશભરમાં દરરોજ હજારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભાગવત કથા, શ્રી રામ કથા અને શિવ મહાપુરાણ કથા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું છે.
હાલમાં મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, પંડિત પ્રદીપ મિશ્રા અને જયા કિશોરી આ મોટા ભાગના મોટા અને ભવ્ય કાર્યક્રમોમાં દેખાય છે. તેમના કાર્યક્રમોમાં લાખો લોકો ભાગ લે છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, પંડિત પ્રદીપ મિશ્રા અને જયા કિશોરી જેવા હાઈપ્રોફાઈલ પ્રચારકો અને કથાકારોના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, પંડિત પ્રદીપ મિશ્રા અને જયા કિશોરીના કાર્યક્રમોનું આયોજન બહુ મોટા પાયે થાય છે.
આ સાથે જ બાગેશ્વર ધામના ધીરેન શાસ્ત્રીનું બ્રિટેન પાર્લામેન્ટ દ્વારા સર્ટિફિકેટ આપીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
તેમની આગતા સ્વાગતાની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
ધીરેન શાસ્ત્રીએ આ ખાસ પ્રસંગે દરેકને આશીર્વચન પણ આપ્યા હતા.
આ સાથે જ શૈલેષ સગર સમાજમિત્રએ પોતાના ભવિષ્યના પ્લાન રામ કથા અને અશ્વમેઘ યજ્ઞ વિશે પણ બાગેશ્વર બાબા સાથે વિશેષથી વાત કરી હતી.
આ વખતે રામ નવમીએ બને છે 5 અત્યંત દુર્લભ સંયોગો, ભક્તોના ઘરોમાં સંપત્તિના ઢગલા થઈ જશે
આ કામ વિશે સાંભળીને ધીરેન શાસ્ત્રી ખુબ જ આનંદિત થઈ ગયા હતા અને કહ્યું હતું કે ભારતને જો હિંદુ રાષ્ટ્ર બનાવવું હશે તો આવા કાર્યક્રમો કરવા એ ખુબ જરૂરી છે. આવા ભગીરથ કાર્યો થકી જ એક નવી દિશા અને દશા દેશની આજની પેઢીને મળતી હોય છે.