અંબાજીમાં પ્રસાદ મામલે વિવાદ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. પ્રસાદમાં મોહનથાળ અને ચિક્કીને લઈ રાજકારણ પણ ચરમ સીમાએ છે. ત્યારે હવે દાંતાના રાજવી પરિવારમાં પણ નારાજગીના સુર જોવા મળ્યા છે. રાજવી પરિવાર મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા નારાજ થયો છે અને હાઈકોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. અનેક સાધુ-સંતો અને સામાજિત કાર્યકર્તાઓ પણ હાઈકોર્ટ સુધી જવાની ચિમકી ઉચ્ચારી ચૂક્યા છે. તો વળી રાજકારણમાં અનેક પક્ષ-વિપક્ષના નેતાઓ પણ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે.
નીતિન પટેલે કહ્યું આવું
નીતિન પટેલે જણાવ્યું છે કે આ મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલે છે. સરકાર યોગ્ય નિરાકરણ લાવશે.અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગનો મુદ્દો તીવ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલી રહ્યો છે. સરકાર આ મુદ્દે યોગ્ય રીતે નિરાકરણ કરશે. આ સિવાય નીતિન પટેલે મોહનથાળના પ્રસાદ મુદ્દે વધુ કાંઈ કહેવાનું ટાળ્યું હતું. નીતિન પટેલે જે વાત કહી છે તેનાથી ભક્તોમાં આંશિક હર્ષની લાગણી છવાઈ છે કે જો સરકાર આ મુદ્દે નિર્ણય કરશે તો તે ભક્તોના પક્ષમાં હશે. વિવિધ સંગઠનો સિવાય ગુજરાત કોંગ્રેસે પણ અંબાજીમાં મોહનથાળ રૂપે પ્રસાદ વેચવામાં આવે તેવી માંગ કરી છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પણ આકરા શબ્દોમાં પોતાની વાત રજૂ કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે.
જગદીશ ઠાકોરે કહ્યું આવું
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. વિગતો મળી રહી છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજી (ambaji temple) માં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો હોવાની વાત પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગ સાથે આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે પ્રસાદ તો ચાલુ કરાવીને જ રહીશું તેવા સૂરમાં પોતાની વાત ભારપૂર્વક મૂકી હતી. જગદીશ ઠાકોરે (Jagdish Thakor) કહ્યું છે કે, “અંબાજીના સ્થાનિકોને રોજીરોટી મળતી હતી, આ મંદિરના સ્થાપક દાતા દરબારે કહ્યું છે અમારા પૂર્વજો મોહનથાળથી આ પ્રસાદની શરુઆત કરી હતી.” જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે?
ઋષિકેશ પટેલે કહ્યું આવું
બહારથી આવેલો આ માણસ આજીવન નહીં ભૂલે અમદાવાદ ‘ખાખીની ખાનદાની’, જાણીને તમને પણ પોલીસ પર ગર્વ થશે
ડરામણા દિવસો પાછા આવી ગયા! 1 દિવસના કોરોના કેસ સાંભળીને ખળભળાટ મચી ગયો, 114 દિવસનો રેકોર્ડ તૂટી ગયો
મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે યાત્રાધામ અંબાજી હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક છે. ઉપવાસના સમયમાં મોહનથાળ લઈ શકાતો નથી. તેમજ મોહનથાળ 10 દિવસ સુધી ચાલે છે. બીજી તરફ ચીક્કી 3 મહિના સુધી ચાલી શકે છે જેથી સ્પેશિયલ પ્રકારનો માવો અને સિંગદાણાની ચીકી બનેલી છે જેથી ઉપવાસ કરનારા ભક્તો પણ લઈ શકે. આ સાથે ઋષિકેશ પટેલે કહ્યુ કે પ્રસાદ આસ્થાનો વિષય છે મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની મીઠાઈ નથી. ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિકી આપી શકાય. ઋષિકેશ પટેલે કોરાના કાળની વાત કરતા કહ્યુ કે કોરોના દરમિયાન ઓનલાઇન દર્શનની સુવિધા હતી જ્યારે 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.