વિશ્વના લોકો વિવિધ પ્રાણીઓને પાળે છે. કૂતરા-બિલાડી તો સામાન્ય વાત છે. હવે લોકો અનેક પ્રકારના સાપનો ઉછેર પણ કરી રહ્યા છે. પરંતુ જાે કોઈ આ શોખને ઘણા પગલા આગળ લઈ જાય અને તેમના ઘરમાં સોથી વધુ સાપ ઉછેરે તો? દેખીતી રીતે જ સો સાપ ઉછેરના સમાચાર સામાન્ય નથી. અમેરિકાના મેરીલેન્ડમાં રહેતા એક માણસે પણ આવું જ કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે આ સાપોને લોકોની નજરમાંથી ગુપ્ત રીતે ઉછેર્યા હતા. જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે તે વ્યક્તિના ઘરે આટલા બધા સાપ હોવાનું બહાર આવ્યું હતું.
ચાર્લ્સ કાઉન્ટી શરીફ ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કર્યું હતું જેમાં આ કેસનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ૪૯ વર્ષીય વ્યક્તિ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ વ્યક્તિને તેના પાડોશીએ તેના ઘરની અંદર બેભાન જાેયો હતો. ત્યારબાદ પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે આ વ્યક્તિના ઘરની અંદર ગઈ ત્યારે ત્યાં મંજરને જાેઈને તેઓ ડરી ગયા હતા. ઘરના દરેક ભાગમાં સાપ રેંગતા હતા. જ્યારે પોલીસ આ વ્યક્તિ પાસે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે બેભાન નથી પણ મરી ગયો.
પોલીસે તરત જ ચાર્લ્સ કાઉન્ટી એનિમલ કન્ટ્રોલને જાણ કરી હતી. ટીમ ઘરની અંદર આવી અને લગભગ ૧૨૫ સાપ પકડ્યા. જ્યારે પોલીસે પડોશીઓને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ તેમના ઘરની નજીકના મકાનમાં રહેતા આટલા બધા સાપ વિશે જાણવાનો પણ ઇનકાર કર્યો હતો. પોલીસે આ વ્યક્તિના મૃતદેહની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે તેને ઈજાના કોઈ નિશાન નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક સાપ કરડવાને કારણે તે મૃત્યુ પામ્યો હશે.
હવે પોસ્ટમોર્ટમ બાદ આ રહસ્ય ખુલશે. પ્રાણી નિયંત્રણ દ્વારા પકડાયેલા ૧૨૫ સાપમાંથી કેટલાક અત્યંત મોટા હતા અને કેટલાક અત્યંત નાના હતા. તેમાં સૌથી મોટો ૧૪ ફૂટનો બર્મીઝ અજગર હતો. પ્રાણી નિયંત્રણ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ અત્યાર સુધી તેમના જીવનના અનુભવમાં આટલા બધા સાપને ક્યારેય એક સાથે પકડ્યા નથી. આ કેસ પ્રકાશમાં આવ્યા પછી આ વ્યક્તિના પડોશીઓ પણ ગભરાઈ ગયા હતાં. તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે તેમના ઘરની આટલી નજીક ઘણા ઝેરી સાપ હતા. એવું માનવામાં આવે છે કે આ મામલો પ્રકાશમાં આવી ગયો નહીંતર જાે સાપ ઘરની બહાર ફેલાઈ ગયા હોત તો પરિસ્થિતિ ડરામણી હોઈ શકે છે.