સોશિયલ મીડિયા પર એક મહિલા ચર્ચામાં આવી છે જે ખેતી કરતા પોતાના એકાઉન્ટમાંથી સતત તસવીરો શેર કરે છે. ખેતીની ઘણી તસવીરોમાં મહિલાઓ બિકીની પહેરેલી જોવા મળે છે, જેના કારણે કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ મહિલા ખેડૂતે ટ્રોલ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે તેને જે મજા આવશે એ કપડાં પહેરશે.
મહિલા પોતાને બિકીની ફાર્મર કહે છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તે તેના વીડિયોમાં તેના રોજિંદા જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે. તે ટિકટોક પર @the_fancy_farmer યુઝરનેમ સાથે તેના વીડિયો શેર કરે છે.
એક વીડિયોમાં તે બ્લેક બિકીની પહેરેલી ઘોડા સાથે જોવા મળી રહી છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું- તમે આખો દિવસ મેદાનમાં બિકીની પહેરીને વિતાવો છો? અન્ય એક વ્યક્તિએ લખ્યું- તમે આવા ઉશ્કેરણીજનક કપડાં કેમ પહેરો છો?
Budget 2023: બજેટથી શેરબજારમાં ધમધમાટ, આ શેરોએ બતાવી તેજી, જો કે અદાણીને તો પીલુડાં જ પાડવાના રહ્યાં
પરંતુ, મહિલા ખેડૂતે આ તમામ ટ્રોલનો જવાબ આપ્યો અને કહ્યું- મને લાગે છે કે છોકરીઓએ તેમની ઈચ્છા મુજબ કપડાં પહેરવા જોઈએ. અન્ય લોકો તેમને કેવી રીતે જુએ છે તે મહત્વનું નથી. મહિલા ખેડૂતે અન્ય એક વીડિયોમાં કહ્યું- જ્યાં સુધી તે ઘરની બહાર નહીં આવે ત્યાં સુધી તે બ્રા નહીં પહેરે. તમે લોકો આ વિશે શું વિચારો છો? વીડિયોમાં તે કહે છે કે આપણે જૂના જમાનામાં પાછા ફરવું જોઈએ. કેટલાક યુઝર્સે તેના ‘નો બ્રા’ આઈડિયાનું સમર્થન કર્યું તો કેટલાકે તેની ટીકા કરી.