દુનિયામાં ઘણી લક્ઝરી હોટલ છે, પરંતુ બુર્જ અલ અરબ હોટલની વાત અલગ છે. તેની લક્ઝરી સુવિધાઓ માટે જાણીતી આ હોટેલ દુબઈમાં આવેલી છે. આ હોટલમાં એક દિવસનું ભાડું 20 લાખ રૂપિયા છે.
તાજેતરમાં જ એક યુટ્યુબરે આ હોટલની મુલાકાત લીધી અને લોકોને તેની વિશેષતાઓથી વાકેફ કર્યા. આ યુટ્યુબરે જણાવ્યું કે જો બુર્જ અલ અરબમાં તમારે રૂમ ભાડે રખવો હોય તો લગભગ 20 લાખ રૂપિયા ચૂકવવા પડશે. જો કે, કહેવા માટે આ એક રૂમ જ છે, પરંતુ તેની અંદર ઘણા બધા અંન્ય રૂમ પણ છે.
આ રૂમ હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. બાથરૂમથી લઈને બેડરૂમ સુધી દરેક ખૂણો અદભૂત છે. દરેક જગ્યાએ સોનાની કોતરણી કરવામાં આવી છે. હોટેલની અંદર અને બહારનો નજારો જોવા જેવો છે.
બુર્જ અલ અરબને વિશ્વની એકમાત્ર ‘7 સ્ટાર હોટેલ’ પણ કહેવામાં આવે છે. તેની છત પર હેલિપેડ પણ છે. સુવિધાઓની બાબતમાં આ હોટલના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે.
આ વીડિયો Crazy XYZ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુટ્યુબર્સ દુબઈમાં બુર્જ અલ અરબ હોટેલ વિશે વાતો કરતો જોવા મળે છે.
હોટેલની ઊંચાઈ પરથી આખા શહેરનો સુંદર નજારો દેખાય છે. જ્યારે YouTubers સૌથી મોંઘી હોટલના રૂમમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ત્યાંની ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દરેક વસ્તુ પર સોનું કોતરવામાં આવ્યું છે. બાથરૂમ, દરવાજાના હેન્ડલ, કબાટ, થાંભલા દરેક જગ્યાએ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે અથવા તે સોનાના બનેલા છે.
પાણીના નળ પણ સોનાનો છે. ઓરડાને રાજા-મહારાજાના મહેલની જેમ સજાવવામાં આવ્યો છે. જમીન પર બિછાવેલી કાર્પેટ ભારતીય શૈલીમાં ડિઝાઇન કરવામાં આવી છે.
રૂમના પડદા ઓટોમેટિક છે. બેડ પણ ઘણો મોટો અને વૈભવી છે. બેડની ઉપર જ એક મોટો અરીસો છે. મીટિંગ રૂમમાં સોફા છે. આખા રૂમનો દેખાવ ખૂબ જ ક્લાસી છે. જો કે હવે આ રૂમ બુક કરી શકાશે નહીં. તેને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે. પ્રવાસીઓ તેને જોઈ શકે છે. પરંતુ આના કરતા થોડો સસ્તો રૂમ ભાડે આપવામા આવી રહ્યો છે.