કહેવાય છે કે દિલના સંબંધો ધરતી પર નથી બનતા પણ આકાશમાંથી જ બને છે. આવા સંબંધોમાં પણ અંતર આવી શકે છે, પરંતુ આ અંતર ક્યારેય એકબીજાને કાયમ માટે અલગ કરી શકતું નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ ગાઝિયાબાદના કૌશામ્બીનું એક કપલ બન્યું છે, જેમણે છૂટાછેડાના પાંચ વર્ષ પછી ફરી એક બીજાનો હાથ પકડીને સાત ફેરા લીધા અને પોતાના ‘હૃદયના તાર’ને ફરી જોડ્યા. તમને જાણીને વધુ નવાઈ લાગશે કે છૂટાછેડા જેવા સંબંધો વચ્ચેનું અંતર ખતમ કરવા માટે હાર્ટ એટેક એક કારણ બન્યું, જેણે દિલ તોડવામાં નહીં પણ દિલને એક કરવામાં મદદ કરી.
2012માં લગ્ન, 2013માં લડાઈ અને 2018માં છૂટાછેડા
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ગાઝિયાબાદના કૌશામ્બીના રહેવાસી વિનય જયસ્વાલ અને તેની નવપરિણીત (પુનઃલગ્ન) પત્ની પૂજા ચૌધરીએ વર્ષ 2012માં પ્રથમ વખત લગ્ન કર્યા હતા. લગ્નના પહેલા વર્ષમાં જ બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે તેઓએ એકબીજાથી અલગ થવા માટે છૂટાછેડાનો કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો. ગાઝિયાબાદ ફેમિલી કોર્ટ, હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પાંચ વર્ષ સુધી બંને વચ્ચે છૂટાછેડાની લડાઈ ચાલી. આખરે વર્ષ 2018માં બંનેના છૂટાછેડા થઈ ગયા. બંને છેલ્લા 5 વર્ષથી અલગ રહેતા હતા.
હાર્ટ એટેકના સમાચારે વાર્તા બદલી નાખી
આ વર્ષે ઓગસ્ટમાં વિનયને હાર્ટ એટેક આવ્યો અને તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. જ્યારે પૂજાને એક કોમન ફ્રેન્ડ તરફથી આ સર્જરીના સમાચાર મળ્યા તો તે તેના પૂર્વ પતિની તબિયતને લઈને ચિંતા કરવા લાગી અને તેને મળવા સીધી હોસ્પિટલ ગઈ. ત્યાં પૂજાએ વિનયનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું અને બંનેને સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો. આ સમય દરમિયાન, બંને વચ્ચેની અણબનાવ દૂર થઈ ગઈ અને જૂનો પ્રેમ ફરી ખીલ્યો.
ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું
થોડો સમય વિતાવ્યા બાદ બંનેએ ફરી એકવાર લગ્ન કરવાનો નિર્ણય લીધો. અહેવાલ મુજબ, 23 નવેમ્બરના રોજ, વિનય અને પૂજાએ ફરી એકવાર તેમના પરિવારની હાજરીમાં સાત ફેરા લીધા અને એકબીજાને આત્માના સાથી તરીકે સ્વીકાર્યા. ગાઝિયાબાદના કવિનગર સ્થિત આર્ય સમાજ મંદિરમાં લગ્નની વિધિઓ પૂર્ણ થઈ હતી.
વિનય આસિસ્ટન્ટ મેનેજર છે, પૂજા શિક્ષિકા છે.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
રિપોર્ટ અનુસાર, વિનય જયસ્વાલ આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ) જેવી મોટી કંપનીમાં પોસ્ટેડ છે. બીજી તરફ, મૂળ પટનાની પૂજા ચૌધરી પણ આ લગ્ન પહેલા કામ કરતી હતી. તે એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી.