Weird Jobs: તમે ફ્લેટ-હાઉસ અને અન્ય વસ્તુઓ ભાડા પર મેળવવા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગર્લફ્રેન્ડ પણ ભાડા પર મળે છે. સ્વાભાવિક છે કે આ વાંચીને તમને આંચકો લાગ્યો હશે, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે એક એવી છોકરી છે જે ભાડા પર લોકોની ગર્લફ્રેન્ડ બનીને કરોડો કમાઈ રહી છે.
એવા ઘણા લોકો છે જેઓ પૈસા કમાવવાની પોતાની વિચિત્ર રીતોથી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દે છે. રોજ આવા સમાચાર વાંચવા મળે છે કે કોઈ ખાણમાં કામ કરીને લાખો કમાય છે તો કોઈ નોકરાણી બનીને કરોડો છાપે છે. પરંતુ એક એવી છોકરી છે, જે રોજ નવા લોકોની ગર્લફ્રેન્ડ બનીને મોટી કમાણી કરી રહી છે. પરંતુ તમે વિચારી રહ્યા છો તેવું કંઈ નથી. આ છોકરી કોઈ ખોટું કામ કરતી નથી.
કિર્મી નામની આ છોકરી મૂળ જાપાનની છે, પરંતુ હવે તે મેક્સિકોમાં રહે છે. યુવતીનો દાવો છે કે તે સિંગલ્સની ‘ગર્લફ્રેન્ડ ફોર અ ડે’ બનીને એક વર્ષમાં ઘણા પૈસા કમાઈ રહી છે. મજાની વાત એ છે કે આ છોકરી માત્ર ફુલ ટાઈમ હાયર ગર્લફ્રેન્ડ બનીને કરોડો કમાઈ રહી છે. કિર્મીના કહેવા પ્રમાણે, જાપાનમાં ‘પેઇડ ડેટિંગ’ સામાન્ય છે.
https://www.instagram.com/reel/Crsi6a3g_zZ/?img_index=1
કિર્મીએ જણાવ્યું કે તે એક દિવસ માટે ગર્લફ્રેન્ડ બનવા માટે 455 પાઉન્ડ (ભારતીય ચલણમાં 46,950.77 રૂપિયા) ચાર્જ કરે છે. યુવતીનું કહેવું છે કે તે આ અજીબોગરીબ કામથી મહિને લગભગ 9,858 પાઉન્ડ (એટલે કે રૂ. 10,17,232.23) કમાય છે. આ હિસાબે એક વર્ષમાં કિર્મીની કમાણી એક કરોડથી વધુ છે. આ છોકરી એવા લોકોને જ ડેટ કરે છે જેઓ સિંગલ છે.
Joint Family: આ પરિવાર એટલો મોટો કે તાલુકો બની જાય, 184 લોકો, 25 કિલો શાકભાજી, 25 કિલો લોટની રોટલી…
કિર્મીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર 2,33,200 લોકો ફોલો કરે છે. યુવતીએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કૂતરાની જેમ પાર્કમાં ફરતી જોવા મળી રહી છે.