OMG! આ વ્યક્તિએ એક જ દિવસમાં ઘટાડ્યું 273 કિલો વજન, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર? ખુદ શખ્સે કારણ જણાવ્યું

Lok Patrika Desk
By Lok Patrika Desk
motapa
Share this Article

એકવાર સ્થૂળતા વધી જાય અને શરીર ભારે થઈ જાય તો પછી વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના વધેલા વજનથી પરેશાન છે અને તેને ઘટાડવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. જો કે તે એટલું સરળ નથી. વજન ઘટાડવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. એક્સરસાઇઝની સાથે લોકો ખાવા-પીવાની ઘણી વસ્તુઓ છોડી દે છે, પરંતુ જ્યારે આ પણ કામ કરતું નથી, ત્યારે લોકોને સર્જરી કરાવવાની ફરજ પડે છે. આવા જ એક વ્યક્તિની કહાની હાલમાં ચર્ચામાં છે, જેનું વજન 400 કિલો હતું, પરંતુ બાદમાં તેણે એક જ દિવસમાં 273 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા.

motapa

આ વ્યક્તિનું નામ કેસી કિંગ છે. તે અમેરિકાના જ્યોર્જિયાનો રહેવાસી છે. એક સમયે કેસી એટલો જાડો હતો કે તેના માટે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ હતું. તે સ્નાન કરવા માટે બાથરૂમમાં પણ પ્રવેશી શકતો ન હતો. આવી સ્થિતિમાં તેમના નહાવા માટે ઘરની બહાર સ્વિમિંગ પૂલ બનાવવો પડ્યો. એકવાર તે લિવિંગ રૂમમાં પણ ફસાઈ ગયો. આવી સ્થિતિમાં તેના ભાઈઓ અને મિત્રોએ તેને ખૂબ જ મુશ્કેલીથી ઊંચકીને સોફા પર બેસાડ્યો.

motapa

ડેઈલી મેલના અહેવાલ મુજબ, કેસી હાલમાં જ ‘બ્રાન્ડ ન્યૂ મી’ નામની સીરિઝમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે તેના વજન અને ટ્રાન્સફોર્મેશન સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવી હતી. કેસીએ જણાવ્યું કે તેનું વિશાળ શરીર જોઈને લોકો તેની પાસે બેસવાનું પસંદ કરતા નહોતા. જો કે તેણે પોતાનું વજન ઘટાડવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અંતે, તેને વર્ટિકલ સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી નામની સર્જરી કરાવવી પડી, જેમાં તેના પેટનો એક ભાગ કાપીને ટૂંકો કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ

ISIS ભારતમાં રોબોટની મદદથી વિસ્ફોટ કરવા માગતું હતું, 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

હવામાન વિભાગની ગામ ગજવતી આગાહી, ગુજરાતમાં હજુ આટલા દિવસ ભારે વરસાદ ખાબકશે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસશે

વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ 2023માંથી બહાર, કેરેબિયન ક્રિકેટ ક્યાં પાછળ રહી ગયું, જેણે કબરમાં છેલ્લો ખીલો માર્યો

38 વર્ષીય કેસીનું કહેવું છે કે સર્જરીના કારણે તેનું વજન એક જ દિવસમાં 273 કિલો ઘટી ગયું હતું. હવે કેસી પોતાના શરીરને ફિટ બનાવવામાં વ્યસ્ત છે. જો કે, લોકો તેને જોઈને વિશ્વાસ નથી કરી શકતા કે તે તે જ વ્યક્તિ છે જેનું વજન 400 કિલો હતું.


Share this Article
TAGGED: , ,