હવામાન વિભાગની ગામ ગજવતી આગાહી, ગુજરાતમાં હજુ આટલા દિવસ ભારે વરસાદ ખાબકશે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

ગુજરાતમાં ચારેયકોર વરસાદી પાણી ભરાયા છે તો બીજી બાજુ વરસાદથી ડેમો છલકાયા છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભની સાથે જ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. તોફાની વરસાદના કારણે એક તરફ ખુશીની લહેર છે તો બીજી તરફ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં 65 કલાકમાં સિઝનનો 30% વરસાદ નોંધાયો છે.

2 વરસાદી સિસ્ટમ સ્ક્રિય

સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રીજા દિવસે 1થી 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય બની છે. જેના પગલે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

rain

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતનું હવામાન વિભાગ ખડેપગે

ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા તૈયાર હોય છે. આપણું હવામાન વિભાગ પણ ખૂબ તૈયાર રહેલું છે અને આપણને વખતો વખત માહિતી પણ મળતી રહે છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત હવામાન વિભાગના સંપર્કમાં છે. ઉપર વાળો રિસાય અને વધારે વરસાદ વરસાવે તો એકબાજુ આશીર્વાદ છે અને એકબાજુ આફત પણ છે અને એ જ્યારે આફતરૂપ વરસાદ આપણને લાગતો હોય તે ભવિષ્યમાં આશીર્વાદ રૂપ પણ સાબિત થતો હોય છે.

rain

ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી

જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની સંભાવના છે. રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ

ISIS ભારતમાં રોબોટની મદદથી વિસ્ફોટ કરવા માગતું હતું, 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

ગુજરાતમાં વરસાદથી 9ના મોત, જૂનાગઢ સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ

વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ 2023માંથી બહાર, કેરેબિયન ક્રિકેટ ક્યાં પાછળ રહી ગયું, જેણે કબરમાં છેલ્લો ખીલો માર્યો

સમગ્ર ગુજરાતમાં ચારેયકોર શ્રીકાર વર્ષા

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્ય પર શ્રીકાર વર્ષા થઈ રહી છે, ત્યારે જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ ગુજરાત પર મન મૂકીને વરસી રહ્યો છે. ચારેતરફ વરસાદી પાણી ભરાયા છે તો બીજી બાજુ વરસાદથી ડેમો પણ છલકાયા છે. રાજ્યના બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે મેઘ તાંડવ સર્જ્યુ છે. ત્યારે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે એક તરફ ખુશીની લહેર છે તો બીજી તરફ નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે.


Share this Article
TAGGED: , ,