સૌરાષ્ટ્રના આ ગામમાં લોકો મોર સાથે કાયદેસર ટહુકામાં વાતો કરે, જોવા જેવું એ કે ગામની વસ્તી 350 પણ 1400 મોર રાખ્યા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

માનવી આજે પોતાના સ્વાર્થ માટે અન્ય જીવોનુ વિચારતો નથી. જંગલો કપાઈ રહ્યા છે અને આ કારણે કેટલાય પશુ, પંખીઓ બેધર થયા છે. ધીમે તેઓની વસ્તી ઘટી રહી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના એક ગામમાથી તદન અલગ કિસ્સો સામે આવ્યો છે.

આ ગામમા માણસો કરતા મોરની સંખ્યા વધારે છે. આ ગામ અંગે વાત કરીએ તો તે માળિયામિંયાની નજીક આવેલ નાનાભેલા ગામ છે. અહી માનવ વસ્તી 350 અને તેના કરતા 4 ગણી મોરની સંખ્યા એટલે કે 1400 છે.

અહી લોકોને જોઈને મોર ભાગવાને બદલે સવારે જ ઘર આંગણે આવી પહોચે છે. લોકો પોતાના હાથમાં જ ચણ રાખે છે અને મોર તેને ખાતા જોવા મળે છે. મોર સિવાય અહીં કબૂતર, ચકલી, કાબર, કાગડા, હોલા જેવા પંખીઓના પણ છે. આખુ હામ મોરના ટહુકાથી ગુંજી ઉઠે છે. અહી પંખીઓનો શિકાર થતો નથી.


નાનાભેલા ગામના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને દેશી ખાતરનો ઉપયોગ કરે છે. નવાઈની વાત એ છે કે આ ગામના લોકો સાથે મોર રોજ સવાર સાંજ ભોજન કરવા પહોંચી જાય છે.

લોકો પોતાના કંઠેથી મોરનો અવાજ કરે છે અને તેની ભાષામા જ મોર સામે વાતો કરે છે. બદલામા મોર પણ તેમની સામે ટેહુ ટેહુ કરીને ટહુકા કરીને જવાબ આપે છે.


Share this Article