કિસ્સા કાઠિયાવાડના: રાજકોટમાં આ હનુમાન મંદિરે ધગધગતા તાપમાં પણ સાધુ કરી રહ્યા છે આકરું તપ, 18 વર્ષ ચાલે છે ધૂણી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

પ્રાચીનકાળથી જ વ્રત, જપ અને તપ લોકો કરતા આવ્યા છે. આ પાછળ ઘણી માન્યતાઓ સંકળાયેલી છે. હિંદુ ધર્મમા તપ સૌથી અઘરું માનવામાં આવે છે જે સાધુઓ કરતા હોય છે. બધા સાધુઓની તપ કરવાની રીત પણ અલગ અલગ સમયે અલગ હોય છે. તમે ધૂણી ધખાવીને તપ વિશે સાંભળ્યુ હશે.આ પ્રકારે કુલ છ રીતે ધૂણી જેમાં પંચ ધૂણી, સપ્ત ધૂણી, દ્વાદશ ધૂણી, ચોર્યાસી ધૂણી, કોટ અને ખપ્પર ધૂણી હોય છે.

હિંદુ ધર્મમા તપ સૌથી અઘરું

હાલ રાજકોટમાથી ધૂણી ધખાવીને તપ ચાલતુ એક મંદિર પરિસર ચર્ચામા છે. મળતી માહિતી મુજબ છેલ્લા 18 વર્ષ સુધી અલગ અલગ ધૂણી ચાલે છે. એટલે કે એક ધુણીનો 3 વર્ષનો સમય હોય છે. આ સાથે જેમ જેમ સમય આગળ જાય તેમ તેમ તપસ્યા આકરી થાય છે. સાધુ સંતોની ભક્તિઅને પૂજા કરવાની આ રીત પ્રાચિનકાળથી ચાલુ છે.

રાજકોટમાથી ધૂણી ધખાવીને તપ

રાજકોટમાં આવેલા દાધા હનુમાન મંદિરે પણ એક સંત આ રીતે ભક્તિ અને પૂજા કરી રહ્યા છે. આ સાથે લોકોની માન્યતા છે કે આ હનુમાનજી મણીંદા પાસે જે માનતા કરવામા આવે છે તે ચોક્કસ પૂર્ણ થાય છે.

છેલ્લા 18 વર્ષ સુધી અલગ અલગ ધૂણી ચાલે છે

કહેવાય છે કે છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી દેશભરમાંથી સાધુ સંતો તપ કરવા અહી આવી રહ્યા છે. અહી છેલ્લા 50 વર્ષથી મૂર્તિ પર અખંડ જ્યોત પ્રગટી રહી છે.

42 દિવસ પછી 3 રાશિઓના જીવનમાં આવશે મોટું તોફાન, 6 મહિના સુધી રાહુ-ગુરુની યુતિ ખલબલી મચાવી દેશે

બાગેશ્વર બાબા ધીરેન શાસ્ત્રી કોઈને પણ પોતાના પગ સ્પર્શ નથી કરવા દેતા, હનુમાનજી કારણ જણાવીને કહી આવી વાત

VIDEO: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર ઈંટ અને પથ્થરમારો, બારીના કાચના ભૂક્કા બોલાવી નાખ્યા

તમે આજ સુધી જોયુ હશે કે જ્યોત હમેશા મૂર્તિની સામે પ્રગટાવવામા આવે છે. જો કે, રાજકોટના આ મંદિરમા જ્યોત હનુમાનજીના શીશ ઉપર પ્રગટી રહી છે.


Share this Article