Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસ દેશની શ્રેષ્ઠ ટ્રેનોમાંની એક છે. પરંતુ સતત પથ્થરમારો (Vande Bharat Stone Pelting)ની ઘટનાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે. શનિવારે સાંજે પશ્ચિમ બંગાળના ફરક્કા પાસે મુર્શિદાબાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. હાલ પથ્થરમારામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.
પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) કૌશિક મિત્રાએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેની તપાસ કરવામાં આવશે, તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.” ANI દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વિઝ્યુઅલ્સ હાવડા સ્ટેશન નજીક ટ્રેન પર કથિત રીતે ફેંકવામાં આવેલા પત્થરોને કારણે ક્ષતિગ્રસ્ત વંદે ભારત એક્સપ્રેસની વિન્ડો પેન દર્શાવે છે.
#WATCH | West Bengal: Stones pelted at Vande Bharat Express near Farakka last evening; visuals from Howrah station
This is a very unfortunate incident. It will be investigated. An inquiry has been ordered to investigate it: Kausik Mitra, CPRO, Eastern Railway pic.twitter.com/vUofDaTOgh
— ANI (@ANI) March 11, 2023
જોકે, પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. જાન્યુઆરી 2023માં દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બે કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ટ્રેનની બે બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ પહેલા માલદા પાસે પથ્થરમારાની ઘટના બની હતી. અહીં હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ આવા કિસ્સા સામે આવ્યા છે.
લગાતાર ઘટાડાની વચ્ચે આજે ફરી સોના-ચાંદીના ભાવ ગગડ્યા, હવે ખાલી આટલા હજારમાં જ આવશે એક તોલુ
ગુજરાતીઓ હાહા-હીહી કરવામાં ન કાઢતા, રાજ્યમાં કોરોનાની રિએન્ટ્રી થઈ ગઈ છે, નવા આંકડા જોઈને ચેતી જજો
તે જ સમયે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. તે સમયે તે તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી. પથ્થરમારાની ઘટના બાદ બારીના કાચને નુકસાન થયું હતું. જોકે આ પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી. નોંધનીય છે કે ગયા વર્ષે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી પૂર્વીય ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેના લોન્ચિંગના થોડા દિવસો બાદ જ પથ્થરબાજીની ઘટના સામે આવી હતી. આ પછી બંગાળને અડીને આવેલા બિહારના કિશનગંજ જિલ્લામાં આ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી.