શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ માણસ તેના નનામી ઉપર સુતો હોય, તેના છેલ્લા શ્વાસ પણ પૂર્ણ થઈ ગયા હોય, યમરાજ તેને લેઈ પણ ગયા હોય અને અચાનક એ માણસ જીવતો થઈ જાય પછી બોલે કે મારો ફરીથી જન્મ થયો છે. ભગવાને મને ધરતી પર પાછો મોકલ્યો છે. હવે મારે આ ધરતી પર પુણ્યના જ કામ કરવાના છે અને પ્રભુની સેવા જ કરવાની છે. તો તમને કેવું લાગે?
ક્યારેક ક્યારેક આપણી નજર સામે જ એવી ઘટનાઓ બનતી હોય છે, કે જેને આપણને પોતાને માનવામાં ન આવે. આપણે વિશ્વાસ પણ ન કરી શકીએ કે, આવું કેવી રીતે શક્ય બન્યું હશે. ત્યારે હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક દાદાનો છે જેમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે પછી તેમની અંતિમ ક્રિયા માટેની સંપુર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી.
સમાજની વિધિ પ્રમાણે તેમના દેહને અર્થી પર મુકવામાં આવ્યો હતો, જ્યા તેમને અર્થી પર બાંધવામાં આવ્યા હતા અને જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારી હતી ત્યાજ એક ચમત્કાર થયો હતો. આ ચમત્કાર જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ શું થયું? તો ચાલો પહેલા આ વીડિયો જોઈ લો…
મૃતખમાં અચાનક જીવ રેડાઈ ગયો
View this post on Instagram
હકીકતમાં જે દાદાને મૃત સમજીને પરિવાર સ્મશાન લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, તે અચાનક જીવતા થઈ ગયા હતા. મરીને જીવતા થયેલા દાદાજીનો આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યાં છે અને આ ચમત્કાર જોઈને નિઃશબ્દ થઈ ગયા છે.
મૃત્યુ બાદ પણ આંખ ખોલી દાદાએ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને લાગે છે કે દાદાનું મૃત્યુ થઈ ચુક્યુ છે. પરિવારે તેમને અર્થી પર મુકી દીધા છે, અને હવે અંતિમ ક્રિયા માટે સ્મશાનઘાટ લઈ જવાની તૈયારી ચાલી રહી છે. પરિવારના સગા-સંબંધી તેમની પાસે ઉભેલા છે. પરંતુ આ દરમ્યાન કોઈનું ધ્યાન જાય છે કે, દાદાની આંખો ધીરે- ધીરે હલી રહી છે. શરુઆતમાં કોઈને વિશ્વાસ ન થયો. પરંતુ ફરીવાર જોયુ તો દાદા આંખો ખોલવાની કોશિશ કરી રહ્યા હતા.
વર્ષ પૂરું થયું પણ નોકરીનું જોખમ હજી પૂરું નથી થયું, Paytmએ 1,000 કર્મચારીઓની કરી હકાલપટ્ટી
એ પછી થોડીવારમાં જ પરિવારને આભાસ થયો કે અમે જેમને મૃત સમજી રહ્યા હતા તે તો હકીકતમાં જીવતા છે. તેથી તેમને જીવતા જોઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ તેમની ઉપર ઓઢાડેલ કફન હટાવી લીધુ હતું અને ત્યાર બાદ તેમને ઉભા કરી પરિવારે ગળે લગાવ્યા હતાં. મોતને માત આપી જીવતા થયેલા દાદાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ- અલગ પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે.