સમુદ્રમાં સમાઈ ગયેલ દ્વારકા લોકો હવે સબમરીન દ્વારા જોઈ શકશે, વિન્ડો વ્યૂ સાથે દરિયામાં 300 ફૂટની ઉંડાઈએ જશે સબમરીન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Dwarka News: આપણે અવારનવાર કોઈ ગીત-સંગીત કે અન્ય ભજનમાં સાંભળતા હોઈએ છીએ કે, હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતી અને તેનો ઉલ્લેખ પણ વિવિધ ગ્રથોમાં થયેલો છે. આ સોનની નગરી જે તે સમયે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહે છે. દ્વારકા એ ચારધામની યાત્રાનું એક સ્થળ પણ ગણાય છે.

ત્યારે સરકાર હવે દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે. આ સાથે બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમીની આસપાસ શરૂ થઈ શકે છે. દ્વારકા નગરી જે દરિયામાં ડુબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રોજેક્ટને શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયૂ સાઇન કર્યા છે.

હાલ મળતી જાણકારી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે. જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે. આ સબમરીનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે.

સબમરીનમાં ભાડું કેટલું હશે?

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ PM મોદીની ઉડાવી મજાક, કહ્યું ‘જો જરૂર પડશે તો હું એક વખત નહીં હજાર વખત મિમક્રી કરીશ’

અંબાલાલે 2023ના છેલ્લા અઠવાડિયા માટે કરી ઘાતક આગાહી, ગુજરાતીઓ હવે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો!

મળતી માહિતી પ્રમાણે આ સબમરીન બેસીને દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવામાં 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે અને કહેવાઈ રહ્યું છે. સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સામાન્ય ભાડામાં જ આ નગરીના દર્શન કરાવી શકએ છે. સબમરીનનું વજન લગભગ 35થી 40 ટન હશે અને તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે. આ સબમરીનને ચલાવવા માટે 2 ડાઇવર અને એક ગાઇડ હશે. તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં સૌથી મોટો કેબલ બ્રિજ બેટ દ્વારકામાં જ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમી આસપાસ શરૂ થઇ શકશે.

 


Share this Article