ન માનવામાં આવે એવી ઘટના: પોતાના મૃત્યુને કેમેરામાં રેકોર્ડ કરનાર પહેલો માણસ, પેરાશૂટ વિના વ્યક્તિએ પ્લેનમાંથી કૂદકો માર્યો

Desk Editor
By Desk Editor
Share this Article

સ્કાયડાઈવના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, પરંતુ આ દિવસોમાં સ્કાયડાઈવનો એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ સ્કાઈડાઈવિંગ પહેલા પેરાશૂટ પહેરવાનું ભૂલી ગયો હતો અને પેરાશૂટ વગર પ્લેનમાંથી કૂદી ગયો હતો.

સોશિયલ મીડિયા પર સ્કાઈડાઈવના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ આ દિવસોમાં સ્કાઈડાઈવનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ સ્કાઈડાઈવિંગ પહેલા પેરાશૂટ પહેરવાનું ભૂલી ગયો હતો અને પેરાશૂટ વગર પ્લેનમાંથી કૂદી ગયો હતો. આવી સ્થિતિમાં તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં મૃત્યુ પહેલાના તેમના અંતિમ શબ્દો પણ કેદ કરવામાં આવ્યા છે. જોકે, આ ઘટના એપ્રિલ 1988માં બની હતી અને તે વ્યક્તિનું નામ 35 વર્ષીય ઈવાન મેકગુયર હતું.

35 વર્ષનો ઇવાન પ્લેનમાંથી કૂદી ગયો હતો. પરંતુ કૂદ્યા પછી તેને યાદ આવ્યું કે તે પેરાશૂટ લેવાનું ભૂલી ગયો હતો. એટલું જ નહીં તે સમયે તે કેમેરામાં બધુ રેકોર્ડ કરી રહ્યો હતો. આ દુર્ઘટના પહેલા, ઇવાન લગભગ 800 વખત સફળતાપૂર્વક સ્કાયડાઇવ કરી ચૂક્યો હતો, જેના કારણે તેને શરૂઆતમાં લાગ્યું કે તે પેરાશૂટ લાવ્યો છે. પરંતુ જ્યારે તેણે કૂદકો માર્યો ત્યારે તેને સમજાયું કે તે પેરાશૂટ પહેરવાનું ભૂલી ગયો હતો અને ડરી ગયો હતો. જેમ તે પૃથ્વીની નજીક આવ્યો, તેના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા – ‘હે ભગવાન, ના.’ બાદમાં તેનો મૃતદેહ એરફિલ્ડથી દોઢ માઈલ દૂર જંગલમાંથી મળી આવ્યો હતો જ્યાંથી તેણે ટેક ઓફ કર્યું હતું. આ પછી મામલાની તપાસ કરવામાં આવી હતી.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

પાયલોટ માર્ક લુમમેનના જણાવ્યા અનુસાર ઇવાનના પેરાશૂટની તપાસ કરવામાં આવી હતી. એફએએના ઇન્સ્પેક્ટર વોલ્ટર બિગ્સબીએ જણાવ્યું હતું કે, ‘એવો નિયમ છે કે જ્યાં સુધી પાયલોટ પેરાશૂટ ચેક ન કરે ત્યાં સુધી કોઈ કૂદી શકે નહીં.’ પેરાશૂટ સેન્ટરના માલિકની પત્ની નેન્સી ફયાર્ડે કહ્યું, ‘કોઈને ખબર ન હતી કે તેણે પેરાશૂટ વિના પ્લેનમાંથી કૂદકો માર્યો હતો.


Share this Article