દુનિયામાં એવા ઘણાં કિસ્સા બને છે જેમાં વ્યક્તિને અજીબોગરીબ બીમારીઓ હોય છે. એક ૩૯ વર્ષીય પોલિશ મહિલાને પણ આવી જ દુર્લભ બીમારી છે, જેને લીધે તે ૪ વર્ષ (૧૪૬૦ દિવસ)થી ઊંઘી નથી શકી. આ મહિલા ઘણાં વર્ષો સુધી આ ડિસઓર્ડર વિશે ન જાણી શકી અને તેણે ઈલાજ કરવા માટે પોતાની બધી બચત ખર્ચી નાખી.
રિપોર્ટ મુજબ માલગોર્ઝાટા સ્લિવિન્સ્કાની આંખો થાકી જાય છે અને તેને જાેરદાર માથાનો દુખાવો થાય છે, કારણકે તેને કેટલીય રાત ઉજાગરા કરવા પડે છે. તેના શરીરમાં આ વિકાર અચાનક પેદા થયો અને ધીરે-ધીરે તેની જિંદગી દોજખ બની ગઈ. આની અસર ફક્ત તેના સ્વાસ્થ્ય પર નહીં, પરંતુ પારિવારિક જીવન પર પણ થઈ. માલગોર્ઝાટા સ્લિવિન્સ્કા કહે છે કે આ બીમારીને લીધે તેની આંખો બળવા લાગે છે અને સુકાઈ જાય છે. ઊંઘ ન થવાના કારણે તેને થાક પણ બહુ લાગે છે.
તેની શોર્ટ ટર્મ મેમરી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને તે રડવા લાગે છે. બીમારીએ તેના સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચાડ્યું છે અને તેની નોકરી પણ છૂટી ગઈ છે. ઇલાજમાં તેની બધી બચત ખર્ચાઈ ગઈ છે, પણ તેનો કોઈ ફાયદો નથી થયો. તેના પતિ અને દીકરા સાથે પણ સંબંધો બગડી રહ્યા છે. માલગોર્ઝાટાની આ બીમારી ૨૦૧૭માં શરુ થઈ હતી, જ્યારે તેઓ સ્પેનથી રજાઓ માણીને પરત ફર્યા. આ ટ્રીપ બાદથી તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
માલગોર્ઝાટાએ ઘણાં નુસખા અપનાવ્યા, પણ તેને ઊંઘ જ ન હતી આવતી. જ્યારે તે ઊંઘની ગોળીઓ લેતી, ત્યારે તે અમુક કલાકો સૂઈ જતી, પણ ધીરે-ધીરે તેનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. ત્યારબાદ તેણે મનોચિકિત્સકનો સહારો લીધો અને ઊંઘની ગોળીઓ ખાધા બાદ તેને નશાની લત લાગી ગઈ. જેવી આ દવાઓ બંધ થઈ,
માલગોર્ઝાટા ત્રણ સપ્તાહ સુધી સૂઈ ન શકી. આખરે તેને પોલેન્ડના એક ડોક્ટરે કહ્યું કે તેને સોમનિફોબિયા નામનો ડિસઓર્ડર છે. હવે તેમની દવાઓથી માલગોર્ઝાટા સપ્તાહમાં ૨-૩ રાત સૂઈ શકે છે. આ ઉપરાંત તે યોગ અને વ્યાયામ પણ કરી રહી છે અને તેણે પાર્ટ ટાઈમ જાેબ પણ શરુ કરી છે.